અમરેલીમાં અવધ હેરિટેજ રિસોર્ટ ખાતે શહેર ભાજપ ટીમ દ્વારા ત્રીજી કારોબારી બેઠકનું આયોજન કરાયુ ત્યારે આ આયોજન અમરેલી જિલ્લા ભાજપ અઘ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા ના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી તેમજ સ્વાગત પ્રવચન રાજેશભાઈ માંગરોળીયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહેમાનોનું ખેસ થી સ્વાગત અમરેલી જિલ્લાના ભાજપના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મુકેશભાઇ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇંગલિશ મીડિયમની સ્કુલનું નામકરણ કરવામાં આવ્યું હતું તેમજ તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા ભારતના પ્રથમ ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતજી ની સાથે વિર
સપૂતોને અમરેલી શહેર અને જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શોક પ્રગટ કરવામાં આવ્યો હતો તેમજ અમરેલી શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ રજનીકાંતભાઇ રાવળ અને વોર્ડનં ૮ ના સક્રિય કાર્યકર્તા પ્રવીણ ભાઈ રિબડિયાને શ્રધાંજલિ પાઠવીને શોક પ્રસ્તાજ રજૂ કરવામાં આવ્યો હતો અંતે અમરેલી જિલ્લા મહામંત્રી રાજેશભાઈ કાબરિયા એ આભાર વિધિ કરી હતી અને ત્યારે આ પ્રસંગે અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, ન.પા.પ્રમુખ ભાજપ મહિલા મનીષા બેન રામાણી, સારહી યુથ ઓફ ક્લબ ના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, ભાજપ ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા તેમજ તુષારભાઈ વાણી સહિતના સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

