Gujarat

સાવરકુંડલા શહેરમા મિશ્ચ ઋતુનો અહેસાસ કરતાં શહેરવાસીઓ.. શરદી ઉધરસ અને શ્વાસને લગતી બિમારીઓમાં પ્રમાણમાં ઉછાળો જોવા મળેલ છે.મોટેભાગે લોકો ઘરગથ્થુ ઉપચાર કરતાં હોય છે. ખાસકરીને હળદર મધનું સેવન અને ચણા દાળિયા ખજૂરનું સેવન કરીને શરદીને ભગાવવા પ્રયાસ કરતા જોવા મળે છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મિશ્ર ઋતુનો અનુભવ કરતાં શહેરવાસીઓ. દિવસ દરમિયાન તાપ અને સાંજ થતાં જ ઠંઠા પવન સાથે ઠંડીનો અહેસાસ થાય છે. આ મિશ્ર ઋતુમાં શરદી, ઉધરસ અને શ્વાસને લગતી બિમારીઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. આને ગ્લોબલ વોર્મિંગની પાશ્ચાત્ય અસર ગણવી કે પર્યાવરણીય ક્ષેત્રે જાળવણી કરવાની માનવ જગતની ઉપેક્ષા.. મોટેભાગે સરેરાશ વિશ્ર્લેષણ કરતા હાલના તબક્કે લોકોને વૃક્ષો ઉછેર પક્ષી બચાવો ઝૂંબેશ માટે રસ ખૂબ ઓછો થતો દેખાય છે. પરિણામ સ્વરૂપ આપણી અમુક પ્રકારના વૃક્ષો અને પક્ષીઓ પણ લુપ્ત થવાના આરે જોવા મળે છે.  આ મિશ્ર ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધે એ પણ સામાન્ય બાબત છે. મચ્છરજન્ય રોગોથી બચવા માટે લોકો પણ ગાયનાં છાણનો કે ગુગળનો ધૂપ કરતાં જોવા મળે છે. તો કોઈ વળી લીમડાનો ધૂમાડો કરતાં જોવા મળે છે. રાત્રે મચ્છર ભગાવ ગુડ નાઈટ અને ઓલ આઉટ જેવા ઉપકરણોનો ઉપયોગ પણ આ ઋતુમાં વધુ થતો જોવા મળે છે. સરેરાશ લોકો પેટ્રોલ અને ડીઝલ પર ચાલતાં વાહનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય પ્રદુષણની માત્રામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.. સમય આવી ગયો છે સમજદારી કેળવવાનો પરંતુ પર્યાવરણ એ માત્ર ઉપદેશ આપવાનો વિષય હોય તેવું ફલિત થતું જોવા મળે છે. લોકો હજુ પણ આટલી આટલી કુદરતી આફતો પછી પણ જોઈએ તેટલાં પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે નિરસ હોય તેવું લાગે છે. હા, બદલતાં સમય અને આ યુક્રેન રશિયા યુધ્ધના વાતાવરણ વચ્ચે પણ હજુ પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતમાં લોકો હજુ પણ ગંભીર જણાતા જોવા મળતાં નથી.. લુપ્ત થતાં અમુક પ્રકારના વૃક્ષો અને પક્ષીઓ તથા પ્રાણીઓની સ્થિતિ દિનપ્રતિદિન ચિંતા નો વિષય બનતો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *