સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજિત સેવાસેતુ, વેક્સીનેશન અને પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમમાં હાજરી આપતાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, અમરડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ શ્રી રજુભાઈ દોશી સહિત શહેરના પદાધિકારીઓ, નગરપાલિકા સભ્યો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આમ તંત્ર દ્વારા લોકોને સરળતા રહે અને તેના શક્ય એટલી સરકારી કામગીરી સરળ બને એ હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાતાં હોય છે.


