Gujarat

સાવરકુંડલા શહેરમાં વેગ પકડતી જીઆઇડીસી માંગની મુવમેન્ટ.. હવે નહીં ચાલે.. બસ સાવરકુંડલાને વહેલી તકે જીઆઇડીસીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેનાં સાવરકુંડલા ઉદ્યોગ એસોશિયેશન વતી બુલંદ બનતી માંગ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ઉદ્યોગ એસોશિયેશન દ્વારા જીઆઇડીસી માટેની માંગ માટે સાવરકુંડલાના તમામ ઉદ્યોગોકારો સાથે મળીને લુહાર જ્ઞાતિ વાડીની અંદર સાવરકુંડલામાં તમામ ઉદ્યોગકારો જેમાં કાટાં  ઉદ્યોગ,દવાઉધોગ, એગ્રીકલ્ચર, હેન્ડીક્રાફ્ટ,ઓઈલમીલ ઉદ્યોગ ,ઘાટબાર ઉધોગ, ગૃહ ઉદ્યોગ, હિરા‌ ઉધોગ થી માંડીને નાના માં નાના કારખાનેદારોએ એક સાથે એક થઈ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહ્યાં હતાં. સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ મશરૂ, મહામંત્રી ચંદ્રકાંતભાઈ ભરખડા, તેમજ સાવરકુંડલાના લોકસેવક ચંદ્રેશભાઇ રવાણીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સાવરકુંડલાનાં હ્રદયસમ્રાટ સમા અને સાવરકુંડલા શહેરનાં સુખદુઃખ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનારા સ્વ. નવીનચંદ્ર રવાણી સાહેબની એ ઉક્તિને ટાંકી હતી કે સરકાર ધારે તો બધું કરી શકે માત્ર મૃત્યુ પામેલ વ્યક્તિને જીવતાં ન કરી શકે. તેમજ સાંસદ નારણભાઈ કાછડીયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સાવરકુંડલા ઉદ્યોગ એસોશિયેશનને શુભેચ્છા પાઠવી અને બાંહેધરી આપેલ હતી કે જ્યાં પણ પોતાની  જરૂર પડે ત્યાં સાવરકુંડલા જીઆઇડીસીની સંદર્ભે ‌સાંસદ  સાથે જ છે. વિશેષમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે માંગણીદારોએ પોતાની માંગ અંગે સક્રિયરીતે અવાજ ઉઠાવવો જોઈએ અને જરૂર પડ્યે જ્યાંસુધી લક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેનું ફોલોઅપ પણ સતત લેતું રહેવું જોઈએ. સાવરકુંડલાના  ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ દુધાત આ મિટિંગમાં ટેલિફોનિક ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોતે હંમેશ સાવરકુંડલા ઉદ્યોગ એસોશિયેશન સાથે છે તેવી હૈયાધારણા પણ આપી હતી . આ કાર્યક્રમને બિરદાવતાં મહાનુભાવોમાં સુરેશભાઈ પાનસુરીયા , રાજુભાઈ દોશી, શરદભાઈ પંડ્યા, પ્રવિણભાઈ સાવજ, લુહાર જ્ઞાતિના પ્રમુખ શ્રી અમુભાઈ વાળા, સંદીપભાઈ ભટ્ટ, વંસતભાઈ જાની.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાવરકુંડલા ઉદ્યોગ એસોસિયેશન સ્થાપક ઘનશ્યામભાઈ મશરૂ તેમજ કેતનભાઇ ત્રિવેદી, વિપુલભાઈ મકવાણા ,હાર્દિકભાઈ ચુડાસમા, અનિલભાઈ ગોસાઈ ,નિકુલભાઇ ચુડાસમા ,મિતેશ ગઢીયા ,મુકેશ ભાઈ મકવાણા ,ગોપાલભાઈ ચુડાસમા , વિશાલભાઈ ઞેડીયા, કેતનભાઈ ડોડીયા, મનસુખભાઇ કાચા, કાનાભાઈ ડોડીયા બધા મિત્રો સાથે રહી કાર્યક્રમને‌ વેઞ આપ્યો હતો
આ મીટીંગ પૂર્ણ ‌થયા બાદ આવેલા  મહેમાનોએ ભોજન સાથે લીધુ હતું
સાવરકુંડલા ઉધોઞ એસોશિયેશન વતી ઘનશ્યામ ભાઈ મશરૂએ‌ ઉપસ્થિત તમામનો સહ્રદય આભાર વ્યક્ત કર્યો હતો અને જરૂર ‌પડે  ત્યારે જીઆઇડીસી માટે ઉગ્ર આંદોલનની પણ તૈયારી બતાવી હતી

IMG-20220306-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *