Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ પોસ્ટ વિભાગની નવનિર્મિત ઈમારતમાં હવે ડાકઘર ક્યારે શરૂ થશે.. ઇમારત તો ચણાય ગઈ હવે શુભ મુહૂર્તનો ઇંતેજાર છે… આ ઈમારત કોઈ મહાન વિભૂતિનાં વરદહસ્તે લોકાર્પણ થવાં ઈચ્છતી હશે.. તેવું લાગે છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો સાવરકુંડલા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ તો જર્જરિત ભાડાના મકાનમાં બેસે છે. અને એ પણ ખૂબ મર્યાદિત સ્ટાફ સાથે.. હવે જો આવી સુવિધાયુકત નવી ઈમારત બની હોય તો અહીં એક શાખા તો શરૂ કરો સરકાર.. હેં! કોઈને ખબર છે, ભાઈ! આ હાથસણી રોડ પર આવેલા નવનિર્મિત પોસ્ટ ઓફિસના બિલ્ડીંગનું ખરા અર્થમાં લોકાર્પણ ક્યારે થશે? અને ૬ બિલિયન ડોલર જીડીપી ગ્રોથ રેટની અપેક્ષા રાખતાં સ્વર્ણિમ દેશમાં હવે આ નવી પોસ્ટ ઓફિસની બ્રાંચ ક્યારે શરૂ થશે? લાગે છે તો એવું કે આ પોસ્ટ ઓફિસની ઈમારત કોઈ મહાન હસ્તીનો ઇંતેજાર કરી રહી છે…!! હા, હવે ઉધ્ધાર કરો, એ પહેલાં કે આ ઈમારત ખંડેર ન બને એ પહેલાં એ ઈમારત કાર્યાન્વિત બને.. હે, પ્રભુ! તારા બાલુડાં બે હાથ જોડીને તને વિનંતી કરે છે કે હવે આ ડાકઘર શરૂ થાય. જો કે આ તો સરકારી તંત્ર પછી એનું શું પૂછવું..!! હાથસણી રોડ પર વસવાટ કરતી આમજનતા આપને હાર્દિક વિનંતી કરે છે.. કશું તો સાંભળો સરકાર…આમ તો છેલ્લાં છ માસ કરતાં વધુ સમયથી આ પોસ્ટ ઓફિસની ઈમારત તૈયાર થઈ ગઈ છે.. પરંતુ હજુ સુધી શરૂ થવાનું મુહૂર્ત નથી આવતું..!! અરે ભાઈ, કોઈ સારા  જ્યોતિષશાસ્ત્રી પાસે કોઈ જાવ અને એનું મુહૂર્ત તો ગોતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *