Gujarat

સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નં. ૬ના વેલનાથપરા વિસ્તારમાં સ્નાનઘાટ મંજુર. નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલના પ્રયત્નો સફળ : સાંસદ તેમજ પાલીકા હોદેદારોનો આભાર માન્યો 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ના જાગૃત નગરપાલિકા કોર્પોરેટર  ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ,જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરા દ્વારા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ નગરપાલિકા ના પ્રમુખશ્રીને સતત રજુઆતો કરીને વિસ્તારમાં જયારે મરણ થાય છે ત્યારે વિસ્તારના બહેનોને ન્હાવા માટે જાહેર રોડ ઉપર ન્હાવુ પડતુ હોય જેથી વિસ્તારમાં ન્હાવા માટે સ્નાનઘાટની માંગણી કરતા નગરપાલિકાના પ્રમુખશ્રીએ સ્વણિમ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના સને ૨૦૧૮/૧૯ ના વર્ષની ગ્રાન્ટ માથી રૂ. ૬૧૫૬૦૦/- કામ માટેનું આયોજન કરવામાં આવેલ જેનુ સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ના વેલનાથપરા વિસ્તારમાં બહેનોને ન્હાવા માટે સ્નાનઘાટની વહીવટી મંજુરી માંથી આવી ગયુ છે અને તેની ટેન્ડર પ્રક્રિયા શરૂ  થતા વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે જેથી અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન દોશી, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી, ઉપપ્રમુખ શ્રી જયસુખભાઇ નાકરાણી, ચિફ ઓફીસર  સાહેબનો વિસ્તારના લોકો વતી નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં કોર્પોરેટર શ્રી ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ,જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરાએ જણાવ્યું છે કે વોર્ડ નંબર ૬ના વેલનાથપરા વિસ્તારમાં મંજુર થયેલ સ્નાનઘાટનું કામ વહેલી તકે ચાલુ કરવા નગરપાલિકા પ્રમુખશ્રી ને જણાવ્યુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *