સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરી વિસ્તારના નગરપાલિકા વિસ્તારના સંઘના ગોડાઉન પાસેના મસ્જીદ સામેથી પઠાણ ફળી તરફ જતા રસ્તા ઉપર ભંગારનોમાલ સામાન રાખીને ઘણા સમયથી આ રોડ બંધ થયેલ હતો તે અંગે આ વિસ્તારના રહીશો દ્વારા ધારાસભ્ય શ્રીને રજૂઆત કરતા આ પ્રશ્ને ધારાસભ્ય સભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા કલેકટર શ્રીના અધ્યક્ષતામાં મળતી જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં ઉઠાવેલ હતો તે અન્વયે સબંધિત વિભાગ દ્વારા રોડ પર પડેલ ભંગારનો સામાન ત્યાંથી ઉપાડવાની નોટીસ આપેલ અને ત્યાંથી રસ્તો ખુલ્લો કરી દબાણ દુર કરવામાં આવેલ આ રોડ બંધ હોવાના કારણે લોકોને ફરીને જવું પડતું હતું અને લોહાણા સમાજની વાડી પાસે આવેલ પુલ પણ ખુલ્લો કરાવ્યો હતો. આમ લોકોને જાહેર રોડ રસ્તા પર ચાલવાની તકલીફો હતી તે દુર થયેલ છે. આ વિસ્તરના લોકોને ઘણા સમયથી ચાલતો આ પ્રશ્ન નો અંત ધરાસભ્ય શ્રી દ્વારા ઉઠાવેલ બાદ તેમનો નિકાલ થયેલ છે. આ વિસ્તારના લોકો હર્ષ ની લાગણી અનુભવીને લોકો દ્વારા ધારાસભ્ય શ્રીનો આભાર વ્યક્ત કરેલ છે.
