સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૨૦- ૧૨-૨૦૨૨ ના રોજ અમરેલી ડિસ્ટ્રિક્ટ 3232J(સૌરાષ્ટ્ર-કચ્છ) લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન શ્રી રાકેશભાઈ નાકરાણીના વરદ હસ્તે સાવરકુંડલાના બી.આર.સી. શ્રી દર્શનાબેન જોશી તેમજ પે સેન્ટર શાળા નંબર ૧ ના આચાર્યશ્રી મહેશભાઈ જાદવની ઉપસ્થિતિમા પે સેન્ટર શાળા નં ૧ ખાતે શિલ્પાબેન ને ‘બેસ્ટ ડિસ્ટ્રીકટ લાયન્સ કવેસ્ટ ટીચર એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો. લાયન્સ ક્લબ એ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે .તે અવિરત સેવા કાર્યો કરનારી સંસ્થા છે. આ સંસ્થા સ્વખર્ચે શિક્ષકોને લાયન્સ કવેસ્ટની તાલીમ આપે છે. આ તાલીમ માટે શિક્ષકો માટે ૭ પુસ્તકો તથા વાલી અને બાળકો માટે ૨ પુસ્તકોનો સેટ આપવામાં આવે છે જે આ તાલીમ માટે મહત્વનું સાહિત્ય છે જેમાં તરુણા અવસ્થામાં પ્રવેશતા બાળકોની લાગણીઓને કેમ સમજવી ?બાળકોના મૂંઝવતા પ્રશ્નોને કેમ ઉકેલવા? બાળકો સાથે સહાનુભૂતિથી વર્તવું ,તેનામાં વિવિધ કૌશલ્યની ખીલવણી કરવી ,બાળકોમાં આત્મવિશ્વાસ જગાવવો, શ્રેષ્ઠ વ્યક્તિત્વનું ઘડતર કેમ કરવું ,આદર્શ નાગરિકનું ઘડતર કરવું વગેરે વિશે તાલીમમાં ખુબ સરસ રીતે સમજાવે છે. આ તાલીમ લીધા બાદ શિક્ષકો શાળામાં લાયન્સ ક્વેસ્ટ પ્રોગ્રામ ચલાવે છે. પે સેન્ટર શાળા નંબર ૧ ના શિક્ષિકા શ્રી શિલ્પાબેન ખુબ સરસ રીતે તેમની શાળામાં આ પ્રોગ્રામ ચલાવે છે .નિયમિત વાલી મીટીંગ કરે છે. વાલીઓ સાથે બાળકો વિશે ચર્ચા કરે છે. વાલીઓને મૂંઝવતા પ્રશ્નો ઉકેલે છે. તેમજ લાયન્સ કવેસ્ટનો જે હેતુ છે તે પાર પાડવા માટે પ્રતિબદ્ધ બની શાળાના બાળકોમાં મૂલ્ય શિક્ષણ વિકસે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. લાયન્સ કવેસ્ટ એક એવી તાલીમ છે જે માત્ર આપણા જીવનમાં જ નહીં પરંતુ આપણી સાથે જોડાયેલા દરેક જીવ કે સંબંધ પ્રત્યે એક નવો અભિગમ શીખવે છે. જે બેનશ્રી પોતાના પ્રયત્નો દ્વારા સાર્થક કરી રહ્યા છે. તેમના દ્વારા બાળકોમાં સદગુણોનું સિંચન થાય તે માટે એક વિશિષ્ટ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. એ પ્રયાસ અંતર્ગત ત્રણ બોક્સ બનાવવામાં આવ્યા છે.આ ત્રણેય બોક્સને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. એક બોક્સ પર ગુડ જોબ લખ્યું છે. બીજા બોક્સ પર થેન્ક્યુ લખ્યું છે. અને ત્રીજા બોક્સ પર સોરી લખ્યું છે. આખા દિવસ દરમિયાન બાળકોને હાથે જે કાંઈ સત્કાર્ય થાય છે તેના વિશે વિગત લખી એ ચિઠ્ઠી બાળક ગુડ જોબ નામના બોક્સમાં નાખે છે. જે બાળકે જે કાંઈ સત્કાર્ય કર્યું હોય તે બેનને જણાવે છે અને બેન શ્રી એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત તેમજ સન્માનિત કરતા રહે છે. આનાથી અન્ય વિદ્યાર્થીઓને કંઈક સારું કરવાની પ્રેરણા મળે છે વળી અન્ય પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે બાળકો થેન્ક્યુ નામના બોક્સમાં વિગત લખી એ ચિઠ્ઠી બોક્સમાં નાખે છે આનાથી બાળકો આભારની લાગણી વ્યક્ત કરતાં શીખે છે .કોઈ વિદ્યાર્થી સાથે કંઈક મનદુઃખ થયું હોય, અણગમતું થયું હોય તો તેની માફી માગવા કે માફી આપવા માટે સોરી બોક્સ નો ઉપયોગ કરે છે .આમ બાળકોના મૂલ્ય ઘડતર માટે આ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકોમાં હકારાત્મક અભિગમ તેમજ આત્મવિશ્વાસ તેમજ મૂલ્ય શિક્ષણમાં નોંધપાત્ર ફેરફાર દેખાય છે અત્રે ઉલ્લેખનીય છે કે શિલ્પાબેન સામાજિક પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર છે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે શાળાના બાળકો ઉપરાંત સમાજના બાળકો માટે પણ સુંદર કાર્ય કરી રહ્યા છે .અનેકવિધ એવોર્ડથી સન્માનિત એવાશિલ્પાબેન ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..


