સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા આવેલ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલામાં ધોરણ બારમાં અભ્યાસ કરતી શ્રી સાગઠિયા પ્રણાલી પ્રવિણભાઈએ (ધોરણ બાર સાયન્સ) લેવાલી નીટ ની પરીક્ષામાં ૫૪૧ માર્કસ મેળવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરેલ છે. આમ આ ભવ્ય સફળતા મેળવીને તેણીએ શાળા પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની આવી અદ્ભૂત શૈક્ષણિક પ્રગતિ માટે શાળાના ગુરુજનો, સંચાલકો અને માતપિતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
