Gujarat

સિંબર સમવાય ઔદિચ્ય  બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ  ની ધૂમધામ થી ઊજવણી. વિચાર ગોષ્ઠી મ્યૂઝિક મેડલી  અને સમ્માન  સમારોહ  આયોજિત  કરવામા આવ્યો

  ગિરગઢડા
   ભરત ગંગદેવ…
8 માર્ચ  વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે
સિંબર સમવાય ઔદિચ્ય  બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ-ઉના  દ્વારા શ્રી હરિભાઈ જીભાઈ વિદ્યાર્થી ગૃહ ઉન્નતનગર
” હેમેન્દ્રબાગ -ઉના” ના  રંગમંચ પર
વિચારગોષ્ઠી – મ્યૂઝિકમેડલી –  અને સમ્માન  સમારોહ  આયોજિત  કરવામા આવ્યો હતો.
સ્ત્રી સશક્તિકરણ ના ભાગ સ્વરૂપે જ્ઞાતિની દિકરીઓ મહિલાઓ જે  વિશિષ્ટ  અને વિશેષ ઉચ્ચ  સિદ્ધિઓ  પ્રાપ્ત  કરી છે  તેમનો સત્કાર  અને  સમ્માન  કરવામા આવ્યું .
કાર્યક્રમમા શ્રીમતી કાંતાબહેન વસંતભાઈ  જોશી ના  કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ  ને ખુલ્લો મુકાયો કાર્યક્રમનો  પ્રારંભ  સ્વર સાધિકા મૃગનયની મહેતા ના મધુર સ્વરે  પ્રાર્થના  રજૂ કરી અને કાર્યક્રમ નો સમાબાંધી દિધો.
કાર્યક્રમ ના પ્રથમદૌરમા જ્ઞાતિ ની બહેનોએ  સ્ત્રીસશક્તિકરણ પર સ્વયં ના વિચાર  રજૂ કર્યા .
દ્વિતીય  દૌરમા જ્ઞાતિ ની  દિકરી અને  રાજ્ય અને રાષ્ટ્રીય  સ્તરિય અનેક  પુરસ્કાર થી પુરસ્કૃત   અને સુપ્રસિદ્ધ બાલસંગીતકાર કુ. મૃગનયની મહેતા એ પોતાના સ્વરથી એક પછી એક ગીતો  પિયોનો સાથે  રજૂ કરી સૌને મંત્રમુગ્ધ  કરી દિધા.
તૃતીય દૌરમા જ્ઞાતિની  ઉચ્ચ  શિખર પર  પહોંચેલા નારી ( દિકરી – મહિલા) પ્રતિભાને  પુરસ્કાર  પ્રમાણપત્ર  અને પુષ્પગુચ્છ  થી સમ્માનિત  કરવામા આવ્યા.
1(સંગીત ક્ષેત્રે )મૃગનયની મહેતા  .2(સામાજિક  ક્ષેત્રે )શ્રીમતી શીતલબહેન  પંડ્યા.
3( આરોગ્ય સામાજિક  ક્ષેત્રે) શ્રીમતી ભારતીબહેન મહેતા તથા
ડૉ.હિનાબહેન  મહેતા ને સત્કાર કરવામા આવ્યા.
ચતુર્થ દૌર મા( ફિઝયો.)  ડૉ.હિનાબહેન  મહેતા એ સૌ મહિલાઓને  તન મન ની સ્વસ્થતા શુદ્ધતા  સકારાત્મકતા અને ચુસ્ત રહેવા માટે ટિપ્સ આપી.
પંચમ દૌરમા  શ્રીમતી  કાંતાબહેન વસંતભાઈ જોશી ના વિવાહની  50 મી વર્ષગાંઠ પૂર્ણ થતા સૌને અલ્પાહાર ની ઊજવણી કરી અને  અને સૌ જ્ઞાતિ ની બહેનોએ શ્રીમતી કાંતાબહેન  ની 50મી વિવાહ વર્ષ ગાંઠ  ગોલ્ડન જ્યુબિલી પર શુભેચ્છા વંદન તથા  ઉત્તમ સ્વાસ્થ્ય  અને દિર્ધાયુની શુભકામના કરી હતી.
કાર્યક્રમ નું સંચાલન પ્રોફેસર  શ્રીમતી બીનાબહેન વિજયભાઈ જોશી તથા આભારવિધિ શ્રીમતી રચનાબહેન પંડ્યા એ કર્યો હતો .
સમગ્ર કાર્યક્રમ નું નિર્દેશન  શ્રીમતી શોભનાબહેન  ભૂપતાઈ ઠાકર   દ્વારા કરવામા આવ્યુ.
કાર્યક્રમમા માતા બહેનો અને દિકરીઓ વિશાળ સંખ્યામા ઉપસ્થિત  રહી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ને દીપાવી  અને સફળ કરી દિધો હતો.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા  સિ.સ.ઔ.બ્રાહ્મણ જ્ઞાતિ ની મહિલા મંડળ-ઉના ની સદસ્ય બહેનોએ પુરતો  સહયોગ કર્યો હતો.

IMG-20220307-WA0319.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *