Gujarat

સીસી રોડનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણની જાહેરાત, લાભર્થીઓને લાભો પ્રદાન કરાયા તેમજ સરકારી યોજનાઓ વિશે જાણકારી અપાઈ    

સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સાતમા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામે આવી પહોંચ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ સરકારની વિવિધ સિદ્ધિઓ અંગેની ફિલ્મ નિહાળી હતી.

જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ચંદ્રિકાબેનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે એમ.એમ.વાય.યોજના, વ્હાલી દીકરી યોજના, આયુષ્માન કાર્ડ યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જોડીયા તાલુકાના સીસી રોડનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનાં કામોની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી માધુરીબેન દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આગેવાન શ્રી જેઠાલાલ દ્વારા ગુજરાતમાં ૨૦ વર્ષ દરમિયાન થયેલા વિવિધ વિકાસ કર્યો અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મામલતદાર શ્રી વ્યાસ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ,  નાયબ મામલતદાર શ્રી ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી,  સરપંચ શ્રી અનસોયાબેન, શ્રી રસીલાબેન, શ્રી જેઠાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર,  મેડિકલ ઓફિસર શ્રી અમિષાબેન, આંગણવાડી બહેનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

PITHAD-VILLAAGE-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *