Gujarat

સુત્રાપાડા  તાલુકાના ઘંટીયા તથા પ્રાચી ગામે  નવરાત્રી મહોત્સવ માં ગરબીમાં રમતા ખેલૈયા ઓને ઇનામ વિતરણ  કરાયું  

યુવા સામાજિક કાર્યકર  મહેન્દ્રભાઈ નાઘેરા તરફથી સોનાની ભેટ આપવામાં આવી હતી
નવરાત્રી  મહોત્સવ એટલે માતાની આરાધના કરવાનો પર્વ દરેક લોકો પોત પોતાની યથાશક્તિ પ્રમાણે જગતજનની મા શક્તિની આરાધના કરતા હોય છે ત્યારે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે  દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર નાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં  દાતા શ્રી ઓ તરફ થી બાળકો ને પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા જેમાં ઘંટીયા પ્રાચી ગામ ના સામાજિક  યુવા કાર્યકર  મહેન્દ્રભાઈ નાઘેરા દ્વારા નવરાત્રિમાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં બાળાઓને સોના નો દાણો તથા કનૈયાઓને સ્માર્ટ વોચ  આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  તેમજ યુવા સામાજિક કાર્યકર ધર્મેશ ભાઈ પરમાર દ્વારા  તમામ ખેલૈયા ઓ ને કેશરોલ આપી ઉત્સાહિત કરાયા હતા   તેમજ  દાતા શ્રી ઓ તરફ થી બાળકો ને ઇનામો આપી બાળકો ને ઉત્સાહિત કરાયા હતા  તો બીજી તરફ આ નવરાત્રી મહોત્સવ દરમિયાન દાતા શ્રી ઓ તરફ થી રોજ અલગ અલગ લ્હાણી  ઓ નો પણ વરસાદ થતા  બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો આ  પ્રાચી ગામ સમસ્ત નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબી મંડળ ના સંચાલક શ્રી હર્ષદભાઈ જોશી તેમજ યુવા કાર્યકરો  તેમજ ગામના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ નવરાત્રી મહોત્સવ ને સફળ બનાવ્યો હતો

IMG-20221006-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *