Gujarat

સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે સોમનાથ જતા પદયાત્રીકો માટે સેવા કાર્ય… છેલ્લા દસ વર્ષથી સોમનાથ જતા યાત્રાળુ માટે  કરે સે સેવા.

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
  ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે બંસરી એન્ટરપ્રાઇઝ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જતા પદયાત્રીકો માટે ચા -પાણી -નાસ્તો -કોફી સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંસરી એન્ટરપ્રાઇઝ જગદીશભાઈ વઢવાણા દ્વારા જણાવયુ હતું કે પવિત્ર શ્રાવણમાસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ એ દર રવિવારે ચાલીને જતા પદયાત્રીકો માટે  અમે છેલ્લા દસ વર્ષથી નિ:શુલ્ક સેવા કરીએ છીએ જેમાં ચા -પાણી- નાસ્તો -ફરાળી ચેવડો-કોફી સેવાનું આયોજન કરીએ છીએ આ ભગીરથ કાર્યમાં આજુબાજુ વિસ્તારના મિત્ર સર્કલ જોડાઈ સેવા આપેલ જેમાં આજે બોહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ફરાર રૂપે, ચા પાણી, કોફી વગેરેનો પ્રસાદનો લાભ લીધો હતો.

IMG-20220808-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *