Gujarat

સુરત સિવિલમાં હજ યાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પની શરૂઆત

સુરત
સમગ્ર ગુજરાતમાંથી ૨૧૦૦ લોકો હજ યાત્રા કરશે. સુરત જિલ્લામાંથી દર વર્ષે ૮૦૦ કરતાં વધારે લોકો હજ યાત્રા જતા હતા પરંતુ આ વખતે માત્ર ૩૦૦ લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. બે દિવસ દરમિયાન તમામ વ્યક્તિ વેક્સિન લઈ શકે તે પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારના સહયોગથી અને હજ કમિટીના સભ્યો દ્વારા વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને કોઈ યાત્રાળુઓને મુશ્કેલી ન થાય. સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા આયોજનથી હજી યાત્રિકો પણ ખુશ છે.ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલના કીડની હોસ્પિટલમાં ૩૦૦ હજ યાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પની શરુઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. અહીં હજ યાત્રીઓની લાંબી કતારો જાેવા મળી હતી. આ કેમ્પ બે દિવસ સુધી ચાલશે અને ૨ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં અહી લોકોને વેક્સિનેશન થશે. આ ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ લાવવા પણ અપીલ કરવામાં આવી છે. સુરત શહેર અને સુરત જિલ્લાના હાજીઓને આજ રોજ વેક્સિન કેમ્પ ની સાથે સાથે બેગ વહેચણી ની કામગીરી પણ ચાલુ છે.સુરતના ટોટલ ૩૦૦ હાજીયોને ઓરલ પોલિયો ટીપા અને સેસોનલ ઈંફ્લુજા વેકસીન આપવામાં આવશે. જે ૨ દિવસ સુધી કેમ્પ ચાલશે. ૧૪ અને ૧૫ તારીખ બે દિવસ સુધી વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ધાર્મિક યાત્રાએ જતા હોય છે. યાત્રા દરમિયાન આ પ્રકારની વેક્સિનેશન કરવું ખૂબ જરૂરી હોય છે. જેમનું હજ જવા માટેનું નક્કી થઈ ગયું છે. એ તમામ યાત્રિકો બે દિવસ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવીને વેક્સિન લઈ લેશે. કોરોના સંક્રમણના કારણે આખું વિશ્વ જે પ્રકારે તેના સકંજામાં આવી ગયો હતો તેના કારણે હજયાત્રા પર પણ અંકુશ લાગી ગયો હતો. મુસ્લિમ બિરાદરોની આ ધાર્મિક યાત્રાનો ખૂબ જ મહત્વ છે પરંતુ કોરોના સંક્રમણને કારણે આ યાત્રા બંધ હતી. આખરે વિશ્વભરમાં અને ભારતમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે ત્યારે પરવાનગી મળવાની શરૂ થઇ છે. દર વખતે સમગ્ર દેશમાંથી સવા લાખ કરતા વધુ લોકો હજ યાત્રા જતા હતા પરંતુ આ વખતે માત્ર ૮૦ હજાર લોકોને જ પરમિશન મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *