Gujarat

સુરતમાં ૬૦ ટકાથી વધુ કેસમાં ઘટાડો

સુરત
સુરત જિલ્લામાં કોરોના ચરમસીમા પર હોય તેમ દિન પ્રતિદિન કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં મુકાયા હતાં. ગત દિવસોમાં પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાયો હતો. રવિવારના રોજ ૬૩૯ પોઝિટિવ નોંધાયા હતાં, જ્યારે સોમવારે ૬૨ ટકાના ઘટાડા સાથે માત્ર ૨૩૮ કેસ નોંધાયા હતાં. તેની સાથે અત્યાર સુધીમાં કુલ સંક્રમીતોની સંખ્યા ૩૮૬૪૮ થઈ છે. અઠવા ઝોનના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં ટેસ્ટિંગ કરતા ૩ વ્યક્તિઓ પોઝિટિવ નોંધાયેલ છે. વરાછા ઝોન-બીના ઓન્લી ઢોસા અને જે.જે. ઢોસામાં ટેસ્ટિંગ કરતા અનુક્રમે ૫ અને ૭ વ્યક્તિઓ પોઝિટિવ આવતા બંને સંસ્થાઓ બંધ કરાવવામાં આવેલ છે. પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૫ વ્યક્તિઓ ઉધના ઝોન-એના ઉધના વિસ્તારના ભીમ નગરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ અઠવા ઝોનના કસ્તુરબા કન્યા છાત્રાલય (૪), ઉધના ઝોન-એના સુમન શાળા નં.૧૪ (૫), વરાછા ઝોન-એના અંકુર વિદ્યાવિહાર (૮) વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાવેલ છે. કુલ ૨૯ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તે પૈકી વાડિયા વુમેન્સ, કતારગામ-ગુરુકુળ, સેવન્થ ડે શાળા, લુડ્‌સ કોન્વેન્ટ, કે.વી. માંગુકિયા, કે.પી.કોમર્સ કોલેજ, એમ.ટી.બી. કોલેજ, લિટલ મેરીગોલ્ડ, એસ્સાર ઇન્ટરનેશનલ, એલ પી સવાણી, અન્ય શાળાઓ તથા કોલેજમાં આવેલ છે. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૩૬૭ જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે.સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. એક જ દિવસમાં ૭૭૭ કેસના ઘટાડા સાથે નવા ૧૩૭૪ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં ચાર દર્દીના મોત થયા હતા. જ્યારે ૩૭૮૦ દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ ૩૫૦ કેસ નોંધાયા છે. હાલ શહેર જિલ્લામાં કુલ ૨૦૯૦૨ એક્ટિવ કેસ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા છ દિવસમાં ૩૯૮૬ કેસથી ૬૫ ટકાનો કેસમાં ઘટાડો થયો છે. જ્યારે આ છ દિવસમાં મોતમાં વધારા થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ૧૯ દર્દીના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *