Gujarat

સુરેન્દ્રનગરમાં યુવતીઓ અને મહિલાઓ માટે નિઃશુલ્ક કરાટે કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસનો ચકચારી બનાવ બાદ સમગ્ર રાજ્યમાં દિકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયાં છે. રાજ્યમાં અવારનવાર યુવતીઓ અને મહિલાઓ સાથે છેડછાડ તેમજ બળજબરીના બનાવો બનતા હોય છે. ત્યારે આવા બનાવો સમયે યુવતીઓ તેમજ મહિલાઓ બચાવ માટે કોઇના પર ર્નિભર ન રહે અને જાતે જ પોતાનો બચાવ કરી શકે તે માટે સુરેન્દ્રનગર કરાટે એસોસિએશન દ્વારા સુરેન્દ્રનગર શહેરની ત્રણ અલગ અલગ શાળાઓમાં યુવતીઓ તેમજ મહિલાઓ માટે નિઃશુલ્ક બે દિવસ કરાટે તાલીમ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૪ વર્ષની દિકરીથી લઇ ૪૫ વર્ષની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પમાં કરાટે કોચ દ્વારા યુવતીઓ અને મહિલાઓને કરાટેના વિવિધ પ્રકારના દાવની તાલીમ આપવામાં આવી હતી. જેથી કોઈ બળજબરી કરે તો યુવતીઓ કે મહિલાઓ પ્રતિકાર કરી જાતે જ તેમનો બચાવ કરી શકે. આ કેમ્પમાં શાળાની વિદ્યાર્થિનીઓ સહીત કુલ ૫૦૦થી વધુ લોકોએ સ્વરક્ષણ માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો.સુરેન્દ્રનગરમાં યુવતીઓ અને મહિલાઓ સાથે અવારનવાર છેડતી અને બળજબરીની ઘટના બનતી અટકાવવા અને આવી ઘટનાઓ સમયે મહિલાઓ સ્વરક્ષણ કરી શકે તે માટે યુવતીઓ તેમજ મહિલાઓને કરાટેની તાલીમ આપવા કરાટે એસોસિએશન દ્વારા નિશુલ્ક બે દિવસ કરાટે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

A-free-karate-camp-was-organized-for-girls-and-women.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *