પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં રૂટીના પ્રોહિબિશન ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં દેશી દારૂના ૧૭૫ કેસ, વિદેશી દારૂના ૯ કેસ મળી કુલ ૧૮૪ કેસ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમે ૩૭૧ સ્થળોએ ઓચિંતી તપાસ કરી હતી. જ્યાંથી કોઇ મુદ્દામાલ મળ્યો ન હતો.વાવરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી તેમના મત વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો. જે અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે આજે એસ.પી.એ ખુલાસો આપ્યો હતો. ધારાસભ્ય સાથે જનતા રેડ કરનાર પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી જ દારૂ મળી આવ્યો હતો. જેની સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસે દારૂબંધીના કડક અમલ માટે વધુ કાર્યવાહી કરી છે. પોલીસે ૨૦૨૧માં ૪૨૩૬ દેશી દારૂના તેમજ ૯૮૬ વિદેશી દારૂના કેશ કરી કડક કાર્યવાહી કરી છે. સરહદી જિલ્લો હોવાને લઇ બોર્ડર પર સઘન ચેકીંગ કરી દારૂ ઘુસણ ખોરી અટકાવવા કડક કાર્યવાહી કરાઇ છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બે દિવસ અગાઉ દિયોદર તાલુકાના કોતરવાડા નજીક મોડીરાત્રે જનતારેડ કરી દારૂ ભરેલું એક પીકઅપ ડાલુ ઝડપ્યું હતુ. જાેકે, તે પછી જનતા રેડ કરનારા લોકો સામે દારૂ ભરેલા વાહનના ચાલકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ૧૭ સામે કાર્યવાહી કરી હતી. જેમાં ધારાસભ્યએ પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતા હોવાના આક્ષેપો કર્યા હતા.
