Gujarat

સુરેન્દ્રનગરમાં ૩ વર્ષમાં પસંદગી નંબરો પાછળ વાહનચાલકોએ રૂા. ૨.૯૯ કરોડ ખચ્ર્યા

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર આરટીઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકને પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવે છે. જેમાં આરટીઓ કચેરીમાં દ્વીચક્રી તેમજ ફોરવ્હીલ વાહનના નંબર માટે ઈ-ઓક્શન કરવામાં આવે છે. આ નંબરો માટે ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનું રજિસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી ઓનલાઈન રંંॅઃ//ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/કટ્ઠહષ્ઠઅ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે. તંત્ર દ્વારા નક્કી કરેલા નિયત સમયમર્યાદા સુધીમાં ઈ-ઓક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. રજિસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ તંત્રની કચેરીમાં જમા કરાવવાના રહે છે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકે છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા વાહનોના પસંદગીના નંબર માટે અનેક અરજીઓ આવી હતી. જેના કારણે પસંદગીના નંબર પાછળ છેલ્લા ૩ વર્ષમાં જ વાહનચાલકોએ રૂ. ૨ કરોડ ૯૯ લાખ ૨૪ હજાર ૫૦૦ ખર્ચતા આટલી આવક તંત્રના ચોપડે નોંધાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે નાના -મોટા વાહનોની ખરીદી સાથે તેની સંખ્યા વધી રહી છે. ત્યારે આ વાહનો માટે પસંદગીના નંબર મેળવવા માટે પણ ચાલકો તેના માટે મહેનત કરે છે. પરિણામે પસંદગીના નંબરો માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૧૯થી ૨૦૨૧ છેલ્લા ૩ વર્ષ દરમિયાન અંદાજે રૂ. ૨.૯૯ કરોડથી વધુ રૂપિયા વાહનચાલકોએ ખર્ચા હોવાનું બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *