Gujarat

સોખડા હરિધામમાં સાધુના મોત બાદ પીએમમાં ફાંસો ખાધાનો ઘટસ્ફોટ

વડોદરા
સોખડા હરિધામમાં ૬૯ વર્ષિય ગુણાતિત સાધુના આપઘાત બાદ મૃતદેહને રૂમમેટ પ્રભુપ્રિય સ્વામી સહિત બે સંતોએ નીચે ઉતાર્યો હતો. આપઘાતને કુદરતી મોતમાં ખપાવવા સોખડા મંદિરમાં રહેતા સંતો દ્વારા કારસો ઘડી મંદિરના સંતોએ તાબડતોબ પાલખીમાં મૃત સાધુનો નશ્વર દેહ ગોઠવી સોખડા સ્મશાનમાં લઈ જવાની તૈયારી કરી લીધી હતી.દરમિયાન પ્રબોધમગ્રુપના હરિભક્તોએ હોબાળો મચાવીને પેનલ પીએમ કરાવવા જિલ્લા એસપી-કલેક્ટરને રજુઆત કરતા તાલુકા પોલીસ મંદિર પહોંચી સાધુના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલ્યો હતો. જાેકે ગળા પર ફાંસો ખાંધા હોવાના માર્ક જાેયા બાદ પણ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જાેતી રહી હતી. રિપોર્ટમાં આપઘાત હોવાનું ખૂલતા પોલીસની બે ટીમો હરિધામ મંદિર પહોચીને પંચનામું તેમજ સંતોના નિવેદનો નોંધ્યા હતા. તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી.જી.લાંબરીયાએ જણાવ્યું હતું કે, મંદિરમાં ૨૧ નંબરના રૂમમાં ગુણાતિત ચરણદાસ સાધુ પોતાના રૂમમેટ પ્રભુપ્રિય સ્વામી સાથે રહે છે. મંદિરના સીસીટીવી ફુટેજમાં જાેતા ગુણાતિત સ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે.જ્યારે પ્રભુપ્રિય સ્વામી તેમના રૂમમાં જતા દેખાય છે. તેઓ સવા સાત વાગે દવા લેવા જતા રૂમનો દરવાજાે અંદર થી બંધ હતો. અને તેમને ચાવી વડે રૂમ ખોલતા સામે જ ગુણાતિત ચરણદાસ સાધુની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જાેવા મળ્યો હતો.જેથી પ્રભુપ્રિય સ્વામી તુરંત મંદિરના સંતોને આ અંગે જાણ કરી હતી. બીજા એક સંતની મદદથી પ્રભુપ્રિય સ્વામીએ ગુણાતિત સ્વામીની લાશને નીચે ઉતારી હતી.અને મંદિરના ડોક્ટર અશોક મહેતાને બોલાવતા તેઓએ તપાસ કરી તેમને મૃત જાહેર કર્યાં હતાં. સંતોએ ચર્ચા વિચારણા કર્યા બાદ પુર્વાશ્રમના ગુણાતિત સ્વામીના પિતરાઇ ભાઇ અને હાલ સોખડામાં સંત એવા હરિપ્રકાશ સ્વામીએ સગાવહાલાઓને જાણ કરી બોલાવ્યાં હતાં.સંતોનું કહેવું છે કે, મૃતક સાધુના પરિવારજનોએ જ સંતો અને ટ્રસ્ટીઓને વિનંતી કરી હતી કે, ગુણાતિત ચરણદાસ સાધુ છેલ્લા ૪૦ વર્ષથી સાધુ તરીકે જીવ્યાં હવે તેમને આપઘાત કર્યો હોવાની વાત બહાર ન આવે તેવી અરજ છે. સંતોએ આ અંગેની જાણ પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિને કરી ન હોવાનું પ્રભુપ્રિય સ્વામી સહિતના સંતોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ૪ લોકોના નિવેદન નોંધી,મંદિરના સીસીટીવી ફુટેજ, મૃતક સંતનો મોબાઈલ અને મૃતકે જે ગાતરીયાથી ગળે ફાંસો ખાધો હતો તે કબજે લીધા હતાં. પોલીસ હવે વિસેરાની રાહ જાેઈ રહી છે. સાધુના રૂમમાં ઝેડ આકારનો હુક હતો,તેમાં સાધુએ પોતાના ભગવા ગાતરીયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી તેની ઉપર ડોલ અને તેની ઉપર ઓશીકુના સહારો લઈને સાધુએ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે પ્રભુપ્રિય સ્વામી, સગાવહાલા મળી કુલ પાંચ જનના નિવેદનો નોંધ્યાં હતાં. હરિભક્તોના જણાવ્યા અનુસાર, ગુણાતિત સાધુએ બે દિવસ પહેલા સોખડામાંથી નિકળીને બાકરોલ મંદિરે પ્રબોધસ્વામી સાથે આવવાની વાત કરી હતી. તેઓ હરિધામ છોડવા માંગતા હતાં. પરંતું તેનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. જ્યારે પોલીસ તપાસમાં સાધુ હરિપ્રસાદ સ્વામીના મૃત્યુ બાદ તેમનું મન સોખડામાં લાગતું ન હોવાનું હોવાથી તેઓ બે થી ત્રણ વખત પોતાના ઘરે પણ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *