બાર જયોતિ લીંગ માના પ્રથમ જયોતિ લીંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં થી કરછ માં આશાપુરા માતાજી ના દર્શન કરવા માટે ભાવિકો ને એસ.ટી બસ સેવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર સાહેબ ના સફળ પ્રયાસો થી યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી એસ ટી સેવા સોમનાથ માતાના મઢ વાયા વેરાવળ કેશોદ જુનાગઢ જેતપુર રાજકોટ મોરબી ગાંધીધામ આદીપુર અંજાર ભુજ નખત્રાણા થઈને માતાનાં મઢ પહોંચશે જે સોમનાથ થી સાંજે પ .૪૫ વાગ્યે અને વેરાવળ થી સાંજે ૬.૦૦ વાગ્યે ઉપડશે જે સવારે ૮. વાગ્યા સુધી મા માતાનાં મઢ પહોંચશે જે બસ નો વિધિવત્ પ્રારંભ આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઈરેકટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા એ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના અદયક્ષ સ્થાને સોમનાથ એસ.ટી કન્ટ્રોલ પોઈન્ટ પર થી કરવામાં આવ્યું હતું જેમા ટીસી લક્ષમણ ભાઈ બાલાસરા બસ ના ડ્રાઈવર અને કન્ડક્ટર તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાજા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ની ઉપસ્થિતિ માં બસ નો પ્રારંભ કરાવી મુસાફરો ને આ સુવિધા નો લાભ લેવા અનુરોધ કર્યો છે

