Gujarat

સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ૭ દિવસ સુધી ખરીદી કરી શકાશે        

 જૂનાગઢમાં એ.જી.હાઇસ્કુલના મેદાનમાં સાત દિવસીય સખી મેળા તથા વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.   વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સખી મેળામાં સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પદિત ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આવશે. જેમાં જૂનાગઢ જિલ્લા-શહેર ઉપરાંત અન્ય જિલ્લાની સખીમંડળની બહેનો સ્ટોલ મારફતે કલાત્મક હાથ બનાવટની વસ્તુઓ સહિત અન્ય ઘર ઉપયોગી વસ્તુઓ વેચાણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *