મોડેલ કેરિયર સેન્ટર(રોજગાર કચેરી), છોટાઉદેપુર ખાતે નોંધાયેલા (રોજગારવાંચ્છુ) ઉમેદવારોને વર્ષ ૨૦૨૨-૨૩માં નિવાસી તાલીમ વર્ગ દ્વારા યુવાનોને લશ્કરી ભરતીપૂર્વ પરીક્ષાલક્ષી વિનામૂલ્યે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષની વયમર્યાદા ધરાવતા અપરણિત ઉમેદવારોએ રોજગાર કચેરી, કોર્ટ બિલ્ડીંગની સામે, છોટાઉદેપુર ખાતે સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ કલાકે રૂબરૂ મળી દસ્તાવેજ સાથે કચેરીમાં તા. ૩૦/૦૮/૨૦૨૨ (તા. ૨૭/૦૮/૨૦૨૨ અને તા. ૨૮/૦૮/૨૦૨૨ના રોજ કચેરી બંધ રહેશે) સુધીમાં કચેરી સમય દરમિયાન ફોર્મ જમા કરાવવાના રહેશે. અરજી ફોર્મની સાથે ઓકટોબર-૨૦૨૨માં યોજાનાર આર્મી રેલી માટે કરેલ અરજી ઓનલાઇન અરજીની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા નંગ -૧, રોજગાર કચેરીમાં નામ નોંધણી કાર્ડની નકલ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, ધો. ૧૦, ધો.૧૨ની માર્કશીટ, આધારકાર્ડ , ડોમીસાઇલ સર્ટિફિકેટ, બેંક પાસબુકની નકલ જોડવાની રહેશે. આ નિવાસી તાલીમ માટે ઉમર વજન, છાતિ અને લાયકાત ધરાવતા ઉમેદવારોની તાલીમાર્થી તરીકે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને ૩૦ દિવસ વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા તેમજ દૈનિક ફિઝીકલ અને લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવશે. નિવાસી તાલીમ અંતર્ગત થનાર શારિરીક ક્ષમતા કસોટીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરી, ખાતે નિવાસી તાલીમ અરજી ફોર્મ ભરવું જરૂરી છે. વધુ માહિતી માટે રોજગાર કચેરી, છોટાઉદેપુરનો રૂબરૂ સંપર્ક કરવા માટે રોજગાર અધિકારી છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
