Gujarat

સ્વામીજી સાથે જોડાયેલી સૌરાષ્ટ્રની અનેક સ્મૃતિઓ વિવેકાનંદને શિકાગોની ધર્મસભાની જાણ જેતલસર જંકશન પર થઈ હતી રાજકોટ.પોરબંદરનાં પ્રવાસ દરમિયાન

ઈતિહાસને જીવંત રાખવા જેતલસર રેલવે સ્ટેશને સ્મૃતિ કેન્દ્ર ઉભું કરવા
સ્વામી વિવેકાનંદની તા.૧૨ જાન્યુઆરીએ ૧૫૭ મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે.રામકૃષ્ણ મિશન સહિત અનેક સંસ્થાઓ અને સરકાર દ્વારા કાર્યક્રમોનું આયોજન થયુ છે પરંતુ સ્વામી વિવેકાનંદની સૌરાષ્ટ્ર સાથે અનેક યાદો જોડાયેલી છે.શિકાગોમાં ધર્મસભા યોજાવાની છે તેની સૌ પ્રથમ જાણકારી જેતલસર રેલવે સ્ટેશન પર સ્વામી વિવેકાનંદને મળી હતી.જો કે જેતલસર સ્ટેશન પર વિવેકાનંદ સાથેનો ઈતિહાસ જીવંત રહે તેવી કોઈ સ્મૃતિ રાખવામાં આવી નથી.
સ્વામી વિવેકાનંદ ૧૮૯૧-૯૨માં સૌરાષ્ટ્ર – ગુજરાતનાં પ્રવાસે આવ્યા હતા તેમના જીવનમાં આ પ્રવાસનું વિશેષ મહત્વ રહયુ છે.સ્વામીને લીમડી અને હતી પોરબંદરનાં પ્રવાસ દરમિયાન રાજવી અને સ્થાનિક લોકોએ તેમની પ્રતિભા જોઈને વિદેશ જવાનુ સૂચન કર્યુ હતું આમવિદેશ પ્રવાસની પ્રેરણા સૌરાષ્ટ્રની ધરતીપરથી મળી હતી .
ઇતિહાસ વેદોએ જણાંવ્યુ હતું કે સ્વામી વિવેકાનંદ સૌરાષ્ટ્રનાં પ્રવાસ દરમિયાન જેતલસર જંકશન પર સ્ટેશન પર આવ્યા હતા ત્યારે સ્ટેશનમાસ્તર હરગોંવિદદાસ પંડયાએ તેમને શિકાગોમાં ધર્મસભા મળવાની છે તેની માહિતી આપી હતી ત્યારથી વિદેશ પ્રવાસનું બીજ રોપાયુ સ્વામી શિકાગો ગયા અને ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ નાં રોજ ઐતિહાસિક ભાષણ આપ્યુ હતુ.જેતલસર જંકશન પર વિવેકાનંદજીની યાદ જળવાઈ રહે તેવુ કોઈ કાયમી સંભારણું ઉભું થવુ જોઈએ તેવી માગણી કરી હતી..
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220112-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *