Gujarat

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરમાં દેશદાઝની ભાવના પ્રજ્વલિત કરતાં શેરી નાટકો યોજાયા  

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તારીખ 2/8/22 થી  નિયમિત સાંજે 7:00 થી 8:00 કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં દેશદાઝની ભાવના પ્રજ્વલિત કરતાં શેરી નાટકના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં શહેરના ડીકેવી સર્કલ વોર્ડ નંબર 5 થી  શરૂ થયેલા શેરી નાટક શહેરના વિવિધ વિસ્તારોમાં  યોજવામાં આવી રહ્યા છે. આ  કાર્યક્રમનો ડીકેવી સર્કલ ખાતે પ્રથમ નાટક યોજી પ્રારંભ કરાયો હતો.આ તકે  વોર્ડ 5 ના કોર્પોરેટર સરોજબેન વિરાણી, કિશનભાઇ માડમ, આશિષભાઈ જોશી, દીપકભાઈ વાછાણી તેમજ આ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસિ. કમિશનર બી.જે .પંડ્યા, સીટી એન્જિનિયર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર અશોક જોષી અને સિવિલ શાખાના અધિકારીઓએ જહેમત ઉઠાવી

seri-natak-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *