Gujarat

હળવદ પાસે બે ટ્રક વચ્ચે અથડામણમાં ટ્રકનો ડ્રાઈવર ગંભીર

મોરબી
હળવદ નજીક હાઇવે ઉપર કોયબા ગામના પાટિયા નજીક ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક જે પાઇપ ભરીને જતો હતો તેની કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. આ કેબિનમાં બેઠેલા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. જ્યારે આ અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ કરાતા હળવદ પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.હળવદ નજીક હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રકની કેબીનનો ભુક્કો બોલી ગયો છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રકના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી એને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.

Accident-between-two-trucks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *