જામનગર શહેરમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સરળતાથી ઇ-શ્રમ કાર્ડ મળે તે માટે તા.૩ અને ૪ ઓગસ્ટના રોજ જામનગર શહેર તથા જી.આઇ.ડી.સી. દરેડ, વિસ્તારમાં ખાસ દ્વિ-દિવસીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ સમગ્ર સપ્તાહ દરમિયાન પણ તમામ સી.એસ.સી. ખાતે આ કામગીરી શરૂ રહેશે.
આ ઝુંબેશ હેઠળ ૧૬ થી ૫૯ વર્ષની વયના અસંગઠિત શ્રમયોગીઓ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે જામનગર શહેરના તમામ કોમન સર્વિસ સેન્ટરો ખાતે, ટાઉનહોલ જામનગર ખાતે તથા જી.આઇ.ડી.સી. દરેડ વિસ્તારમાં તા.૩ તથા ૪ ઓગષ્ટના રોજ વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે.
આ નોંધણી કરાવવા માટે સબંધિત શ્રમયોગીઓ દ્વારા આધાર નંબર, આધારકાર્ડમાં લિંક હોય તેવો મોબાઇલ નંબર, તથા બેંક એકાઉન્ટ નંબર તેમજ બેંકના IFSC કોડ સાથે રાખવાના રહેશે. તેમજ દરેક શ્રમયોગી પોતાના મોબાઇલ ફોન પરથી www.eshram.gov.in પર જઇ જાતે નોંધણી પણ કરાવી શકશે.આ કાર્ડ ધારકને અકસ્માત મૃત્યુના કિસ્સામાં ૨ લાખ તથા અકસ્માતે આંશિક અપંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખ સહાય આપવામાં આવે છે.
જામનગર શહેરના તથા દરેડ જી.આઇ.ડી.સી. વિસ્તારના તમામ અસંગઠિત શ્રમયોગીઓને વિનમૂલ્યે ઇશ્રમ કાર્ડ કઢાવવા માટે મદદનીશ શ્રમ આયુક્તશ્રી, જામનગર દ્વારા વિશેષ અપીલ કરવામાં આવે છે.
