વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મામલતદાર શ્રી જે.એન. મહેતા સાહેબ ના પ્રશંસનીય વિચારથી કડીયાળી ગામનાં ગંગા સ્વરૂપ (વિધવા ) બેહેન શ્રી રાજબાઇ બેન ભીખાભાઈ સાંખટ ના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ને સલામી આપવામાં આવી હતી અને પોલીસ પરેડ તેમજ હોમગાડઝ સ્ટાફે માર્ચપાસ્ટ પાસ કરી હતી પી.એસ.આઈ. એસ.આર. શર્મ સાહેબ તેમજ પી. એસ.આઈ. શ્રી ઝાલા સાહેબ અને હોમગાડૅઝ કમાન્ડન્ટ શ્રી અરવિંદભાઈ બારૈયા ના નેતૃત્વ માં રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી મામલતદાર શ્રી એ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું અને દરેકને બે વૃક્ષ ના રોપા ઉછેરવા માટે નો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર અને સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ ના ચેરમેન એચ. એમ. ઘોરી સાહેબ તેમજ સિનિયર પત્રકાર બાબુભાઈ વાઢેળ અને સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને પત્રકાર શ્રી કિશોરભાઈ આર. સોલંકી પત્રકાર શ્રી કાળુશા કનોજીયા પત્રકાર શ્રી ગૌતમભાઈ માલનિયા તેમજ કડીયાળી ગામનાં સરપંચ શ્રી પુર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાહતા નગરપાલિકા ના અધિકારી શ્રી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત હતા તેમજ શાળાના આચાર્ય શ્રી સમગ્ર શાળા ના સ્ટાફે સુંદર આયોજન કર્યું હતું વિધાર્થિગણ કોવિડ ૧૯ ના નિયમો ને આધીન રહીને ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક દિન અમર રહો


