Gujarat

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળા ખાતે 73 માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કોરોના ના નિયમનું ચુસ્ત પણે પાલન કરી ઘામઘુમ કરવામાં આવી હતી.

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી

૭૩માં પ્રજાસત્તાક ગણતંત્ર દિવસની ઉજવણી નિમિતે બાબરકોટ ગામના યુવા શિક્ષીત સરપંચ શ્રીમતી કૈલાસબેન અનકભાઈ સાંખટ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન બાબરકોટ ગામના પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિનેશભાઇ રાઠોડ , માધ્યમિક શાળાના આચાર્યશ્રી હિનાબેન તથા બાબરકોટ ગામના  પૂર્વ સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચશ્રી પાંચાભાઈ ભુપતભાઇ સાંખટ , સભ્યશ્રી બીજલભાઈ સાંખટ , ગોવિંદભાઇ સાંખટ , કાળુભાઈ શિયાળ, મુકેશભાઈ ચાવડા, કાનજીભાઈ ધીરુભાઈ શિયાળ, કિરણભાઇ સાંખટ , જીતુભાઇ વાળા, જીવરાજભાઈ ભવનભાઈ સાંખટ , તથા છનાભાઈ રામભાઈ સાંખટ તેમજ દીપૂભાઈ ધૂંધળવા ,તાલુકા પંચાયત ના સભ્યશ્રી કરશનભાઇ પરમાર , ભાણાભાઈ શિયાળ , જયંતિભાઈ શિયાળ વગેરે ગામના આગેવાનો અને ધોરણ 10 ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*તદઉપરાંત બાબરકોટ ના તેજસ્વી વિધાર્થીની દક્ષાબેન ખોડુભાઈ વાઘેલાને નેશનલ સાયન્સ ડે નિમિતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ સરપંચશ્રી કૈલાશબેન દ્વારા પ્રમાણ પત્ર સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ સાઈનસમાં ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી.*
સરપંચશ્રી કૈલાશબેન દ્વારા ગામના તમામ લોકોને પ્રજાસત્તાક પર્વ શુભકામનાઓ પાઠવી હતી.તેમજ ગામના યુવાનો અભ્યાસ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી, ખૂબ આગળ વધે તેવી શુભકામના આપી હતી.

IMG-20220126-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *