હરિયાણા
હરિયાણાના પાણીપત જિલ્લામાં વિચિત્ર પ્રકારનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ૫૨ વર્ષના વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાઈ ગયો. સ્થિતિ એવી થઈ ગઈ કે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પાણીપતના સામાન્ય હોસ્પિટલમાંથી આ વ્યક્તિને રોહતક પીજીઆઈ રેફર કરવામાં આવ્યો. જ્યાં ઓપરેશન કરીને બોટલમાંથી ગુપ્તાંગ બહાર કાઢવામાં આવ્યું. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ આધેડ ઉંમરનો વ્યક્તિ બોટલ સાથે સંબંધ બનાવી રહ્યો હતો. ત્યારે અચાનક ગુપ્તાંગ તે બોટલમાં ફસાઈ ગયું. એનબીટીના રિપોર્ટ મુજબ પીડિત વ્યક્તિ પાણીપત સિટી પોલીસ મથક ક્ષેત્રની એક કોલોનીનો રહીશ છે. તે એકલો રહે છે અને શારીરિક ઈચ્છાઓ પૂરી કરવા માટે તે બોટલો સાથે સંબંધ બનાવતો હતો. પરંતુ આ વખતે તેનું ગુપ્તાંગ બોટલમાં ફસાઈ ગયું. અત્રે જણાવવાનું કે ૩ વર્ષ પહેલા પણ આ વ્યકિત સાથે આવું બની ચૂક્યું છે. પરંતુ ત્યારે સરકારી હોસ્પિટલના ડોક્ટરે તે કાઢી આપ્યું હતું. પરંતુ આ વખતે ડોક્ટર ગુપ્તાંગમાં સોજાે આવી જવાના કારણે તેને બોટલમાંથી બહાર કાઢી શક્યા નહીં અને તેને રોહતક પીજીઆઈ રેફર કરી દીધો. પીજીઆઈમાં ડોક્ટરોએ ઓપરેશન કરીને પીડિતના ગુપ્તાંગને બોટલમાંથી બહાર કાઢી નાખ્યો. પરંતુ ઓપરેશન થયા બાદ આ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો. એવું કહેવાય છે કે આ વ્યક્તિ સેક્સ એડિક્ટ છે. હાલ આ વ્યક્તિ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી.
