હરિયાણા
હરિયાણાના દ્ભસ્ઁ ટોલ પ્લાઝા પર એક ટ્રકચાલકે ફુલ સ્પીડમાં બે ટોલકર્મીને કચડી નાંખ્યા હતાં. આ કમકમાટીભર્યો અકસ્માત ટોલ પ્લાઝા પર લાગેલાં સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો. જેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, એક ટ્રક ફુલ સ્પીડમાં આવે છે. આ જાેઈ ટોલકર્મી ભાગવાનો પ્રયત્ન કરે છે. છતાં ટ્રકની અડફેટે આવી જાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં બંને ટોલકર્મીના મોત થયા છે. ટ્રકચાલક અકસ્માત સર્જીને પલવલથી માનેસર તરફ ભાગી ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપી ટ્રકચાલકની તપાસ હાથ ધરી છે.


