Jammu and Kashmir

અમરનાથમાં આર્મીએ રેસ્ક્યુ કરી બચાવતા મહિલાએ આર્મીને સેલ્યુટ કર્યું

જમ્મુકાશ્મીર
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે પૂરમાં ઘણા શ્રદ્ધાળુઓ તણાઈ ગયા છે. અત્યાર સુધી ૧૬ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. ૪૫ થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ૪૦ થી વધારે લોકો ગુમ થયા છે. તેમની શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થળ પર આઇબીટીપી અને એડીઆરએફની ટીમ કામે લાગી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું. શનિવાર સવારથી ફરી એકવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બીએસએફના વધારાના જવાન પવિત્ર ગુફા વિસ્તારમાં પહોંચ્યા અને બચાવ અભિયાન હાથ ધર્યું. અહીં સીઆરપીએફના જવાનો પણ અમરનાથ ગુફા સ્થળ પર બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. કાશ્મીરના આઇજીપી વિજય કુમારે જણાવ્યું કે, પોલીસે, એનડીઆરએફ, એસડીઆરએફ, સીએપીએફ અને સુરક્ષા દળ બચાવ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૫ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ૩૫ લોકો ઘાયલ થયા છે જેમને હેલિકોપ્ટર સેવાથી બચાવી લેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં કાટમાળ હટાવીને મૃતદેહ મળી આવતા તેમને બહાર કાઢવામાં આવશે. શ્રદ્ધાળુઓને સેના સતત રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાપર મોકલી રહ્યા છે. એક મહિલા શ્રદ્ધાળુએ જમાવ્યું કે સેનાના જવાન એક-એક તીર્થ યાત્રીને બચાવ્યા છે. જે રીતે સેનાએ અમને બચાવ્યા છે. અમે અમારી સેનાને સલામ કરીએ છીએ. એક અન્ય શ્રદ્ધાળુએ જણાવ્યું કે કેવી રીતે સેનાએ તેને સુરક્ષિત બહાર કાઢ્યા. સેનાએ શ્રદ્ધાળુઓને કહ્યું હતું કે, પહેલા પહાડ તરફ વળગી રહો. જે બાદ તમામને બચાવી લેવાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્‌વીટ કર્યું અને કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળ નાગરિક એજન્સિઓ સાથે મળીને કામ કરી રહી છે અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોની મદદ માટે બચાવ અભિયાન ચલાવી રહી છે. અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે અમુલ્ય જીવનના નુકાસનથી ભારે દુઃખ થયું. ઘાયલોને જલ્દી સાજા કરો. ભારતીય વાયુ સેનાએ અમરનાથમાં બચાવ અને રાહત કાર્ય માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે. સ્ૈ-૧૭ફ૫ હેલિકોપ્ટરે પંચતરનીમાં દ્ગડ્ઢઇહ્લ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના કર્મચારીઓ સાથે મળીને ૨૧ લોકોને બચાવ્યા છે. ભારતીય સેનાએ જણાવ્યું કે, હેલિકોપ્ટર છ મૃતદેહને પરત લઈને આવ્યા છે. ૈંછહ્લ સ્ૈ-૧૭ફ૫ અને ચીતલ હેલિકોપ્ટરો આગળ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોમાં તમામ પ્રમુખ હવાઈ અડ્ડાઓ પર વિમાન સ્ટેન્ડબાયમાં છે. વાદળ ફાટવાની સંભવિત ઘટનાઓને જાેતા રામબન જિલ્લાના તમામ એસડીએમ, તહસીલદારોને હાઈ એલર્ટ પર રહેવા માટે આદેશ આપ્યા છે. બાલતાલના સંગમ બેઝના પંજતરની સ્થિત અમરનાથ ગુફામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોએ ભારતીય સેનાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ લોકોને સેના તરફથી સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *