Maharashtra

આમિરખાન લાલસિંહ ચઢ્ઢાના પ્રમોશન માટે કેબીસીમાં જાેવા મળશે

મુંબઈ
આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે કૌન બનેગા કરોડપતિ ૧૪ને લોન્ચ કરવામાં આવશે. આ શોના સ્પેશિયલ એપિસોડમાં આમિર ખાન આઝાદીની અમૃત જયંતિ ઉજવવાની સાથે લાલ સિંહ ચઢ્ઢાનું પ્રમોશન પણ કરશે. સોર્સીસ પાસેથી મળતી માહિતી મુજબ, આમિર ખાન આ શોમાં અમિતાભ બચ્ચન સાથે ગેમ રમવા માટે આવશે. આમિરની સાથે સ્પોર્ટ્‌સપર્સન, આર્મી ઓફિસર અને પોલીસ ઓફિસર પણ હશે. આમિર ખાન આ સ્પેશિયલ ગેસ્ટ્‌સ સાથે સ્ટેજ પર આવશે અને ગેમ રમશે. આ સાથે લાલ સિંહ ચઢ્ઢા સાથે વાત પણ કરશે. આમિરની સાથે સાઉથના સુપર સ્ટાર રજનીકાંત પણ કેબીસી ૧૪માં સરપ્રાઈઝ એન્ટ્રી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કૌન બનેગા કરોડપતિ ૧૪માં પ્રાઈઝ મની વધારીને રૂ.૭.૫ કરોડ કરવામાં આવી છે શોમાં ૭૫ લાખ રૂપિયાનો જેકપોટ સ્પોટ પણ રખાયો છે. અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેમણે કેબીસી ૧૪નું શૂટિંગ શરૂ કરી દીધું છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પ્રોફેશનલ સેન્સ પણ ગજબની છે. વર્ષમાં માંડ એક જ ફિલ્મ રિલિઝ કરવાની અને તેના પ્રોડક્શનથી માંડીને પ્રમોશન સુધી દરેક તબક્કામાં વિશેષ કાળજી રાખવાની આમિરની આદતે તેની દરેક ફિલ્મને સુપરહિટ બનાવી છે. લાંબા સમય બાદ આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આવી રહી છે. આઈપીએલના ફિનાલેમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવા છતાં તેને ઠંડો રિસ્પોન્સ મળ્યો હતો. આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને આમિર ખાન ફિલ્મના પ્રમોશન માટે વધારે અસરકારક પ્રયાસ કરી રહ્યા છે, જેના ભાગ રૂપે અમિતાભ બચ્ચન સાથે તે કૌન બનેગા કરોડપતિમાં જાેવા મળશે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *