મુંબઈ
બોક્સ ઓફિસ પર એસ એસ રાજમૌલિની ‘ઇઇઇ’ બાદ હવે પ્રશાંત નીલની ‘દ્ભય્હ્લ ૨’એ ધૂમ મચાવી છે. ૧૪ એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત લોકપ્રિય થઈ છે. એક્શન ડ્રામા જાેવા માટે થિયેટરની બહાર લાઇન લાગી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે પહેલાં દિવસે વર્લ્ડવાઇડ ૧૫૯ કરોડની કમાણી કરી હતી તો બીજા દિવસે ફિલ્મે વર્લ્ડવાઇડ ૧૬૪ કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું, ‘દ્ભય્હ્લ ૨’એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. બીજા દિવસે ફિલ્મે ૪૬.૭૯ કરોડની કમાણી કરી છે. બે દિવસમાં ફિલ્મે ૧૦૦.૭૪ કરોડની કમાણી કરી છે.’ ફિલ્મે બીજા દિવસે ભારતમાં ૧૧૨ કરોડની કમાણી કરી છે, જ્યારે વર્લ્ડવાઇડ ૧૬૪.૨ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, માલવિકા અવિનાશ, પ્રકાશ રાજ, જાેન કોકેન તથા સરન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મને હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંદૂરે પ્રોડ્યૂસ કરી છે. ‘દંગલ’એ ભારતમાં ૫૩૮ કરોડનો બિઝનેસ કર્યો હતો, પરંતુ વિશ્વમાં ૧૪૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. ‘દ્ભય્હ્લ ૨’ વર્લ્ડવાઇડ ૧૦ હજાર સ્ક્રીન્સ રિલીઝ થઈ છે, જેમાં ભારતની ૬૫૦૦ સ્ક્રીન્સ સામેલ છે. ભારતમાં ૬૫૦૦માંથી ૪૦૦૦ સ્ક્રીન્સ માત્ર હિંદીની છે.


