સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.431, ચાંદીનો રૂ.874 અને ક્રૂડ તેલનો વાયદો રૂ.954 વધ્યોઃ મેન્થા તેલમાં નરમાઈઃ રબરમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 371 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 1583 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1011 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18થી 24 માર્ચના સપ્તાહ દરમિયાન 20,14,974 સોદાઓમાં કુલ રૂ.1,70,665.60 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 371 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 1583 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 1011 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ક્રૂડ તેલના વાયદામાં ઉછાળો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 4,38,200 ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 1,91,950 ગાંસડીના સ્તરે હતો. કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.1,680ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ.40,460 બોલાયો હતો. મેન્થા તેલમાં નરમાઈ સામે રબરમાં સુધારો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 571239 સોદાઓમાં રૂ.62,594.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17,011.57 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.370.13 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.29,811.81 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.15,386.85 કરોડનાં કામકાજ થયાં હતાં.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,66,512 સોદાઓમાં કુલ રૂ.42,287.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.51,650ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,155 અને નીચામાં રૂ.51,150ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.431 વધી રૂ.52,078ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.231 વધી રૂ.41,456 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.5,167ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,550ના ભાવે ખૂલી, રૂ.244 વધી રૂ.51,841ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,412ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.69,748 અને નીચામાં રૂ.67,150ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 874 વધી રૂ.69,320ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 780 વધી રૂ.69,399 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.776 વધી રૂ.69,401 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન, 93,491 સોદાઓમાં રૂ.17,463.60 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.12.85 વધી રૂ.284 અને જસત માર્ચ વાયદો રૂ.15.15 વધી રૂ.334ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.70 વધી રૂ.812.75 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.287.2 ઘટી રૂ.2,325.30 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.181ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 5,63,030 સોદાઓમાં કુલ રૂ.45,893.66 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,858 અને નીચામાં રૂ.7,701ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.954 વધી રૂ.8,666 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.39.50 વધી રૂ.414.60 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 14,103 સોદાઓમાં રૂ.1,888.22 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.40,790 અને નીચામાં રૂ.38,740ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,680 વધી રૂ.40,460ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,840ના ભાવે ખૂલી, રૂ.81 વધી રૂ.16922 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.22.20 ઘટી રૂ.1013.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,54,532 સોદાઓમાં રૂ.20,860.93 કરોડનાં 40,355.429 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,11,980 સોદાઓમાં કુલ રૂ.21,426.98 કરોડનાં 3,130.830 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,69,125 સોદાઓમાં રૂ.26,636.65 કરોડનાં 3,17,36,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 2,93,905 સોદાઓમાં રૂ.19,257 કરોડનાં 496272500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 11,242 સોદાઓમાં રૂ.1,767.30 કરોડનાં 438200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 2,821 સોદાઓમાં રૂ.120.15 કરોડનાં 1121.4 ટન, રબરના વાયદાઓમાં 40 સોદાઓમાં રૂ.0.77 કરોડનાં 45 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 25,361.128 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 386.131 ટન, ક્રૂડ તેલમાં 860300 બેરલ અને નેચરલ ગેસમાં 12453750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 191950 ગાંસડી, મેન્થા તેલમાં 412.56 ટન, રબરમાં 52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 6599 સોદાઓમાં રૂ.537.73 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 6,403 સોદાઓમાં રૂ.514.39 કરોડનાં 6,768 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 166 સોદાઓમાં રૂ.20.04 કરોડનાં 191 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 30 સોદાઓમાં રૂ.3.30 કરોડનાં 32 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 649 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 47 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 42 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 7,970ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,861 અને નીચામાં 7,850ના સ્તરને સ્પર્શી, 1011 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1060 પોઈન્ટ વધી 8,731ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,180ના સ્તરે ખૂલી, 371 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 142 પોઈન્ટ વધી 15,342ના સ્તરે અને મેટલડેક્સ એપ્રિલ વાયદો 21,500ના સ્તરે ખૂલી, 1583 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 100 પોઈન્ટ ઘટી 21867ના સ્તરે પહોંચ્યો હતો.
| સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| એનર્જીડેક્સ | 07-04-22 | 1 યુનિટ | 8731 | 7671 | 1060 | 13.82 |
| ક્રૂડ તેલ | 19-04-22 | 1 બેરલ | 8666 | 7712 | 954 | 12.37 |
| ક્રૂડ તેલ | 19-05-22 | 1 બેરલ | 8488 | 7557 | 931 | 12.32 |
| નેચરલ ગેસ | 25-05-22 | 1 એમએમબીટીયૂ | 422.7 | 382 | 40.7 | 10.65 |
| નેચરલ ગેસ | 26-04-22 | 1 એમએમબીટીયૂ | 418.6 | 378.5 | 40.1 | 10.59 |
| નેચરલ ગેસ | 28-03-22 | 1 એમએમબીટીયૂ | 414.6 | 375.1 | 39.5 | 10.53 |
| જસત | 31-05-22 | 1 કિલો | 341.3 | 319.05 | 22.25 | 6.97 |
| મેન્થા તેલ | 30-06-22 | 1 કિલો | 1132 | 1065 | 67 | 6.29 |
| એલ્યુમિનિયમ | 29-04-22 | 1 કિલો | 288.75 | 273.45 | 15.3 | 5.6 |
| જસત | 29-04-22 | 1 કિલો | 333.85 | 317.8 | 16.05 | 5.05 |
| સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| નિકલ | 31-03-22 | 1 કિલો | 2325.3 | 2612.5 | -287.2 | -10.99 |
| નિકલ | 29-04-22 | 1 કિલો | 2497.8 | 2670.8 | -173 | -6.48 |
| મેટલડેક્સ | 20-05-22 | 1 યુનિટ | 20778 | 21643 | -865 | -4 |
| મેન્થા તેલ | 31-03-22 | 1 કિલો | 1013.8 | 1036 | -22.2 | -2.14 |
| તાંબુ | 31-05-22 | 1 કિલો | 825.9 | 838.25 | -12.35 | -1.47 |
| ગોલ્ડ-ગિની | 30-06-22 | 8 ગ્રામ | 41738 | 42238 | -500 | -1.18 |
| સીસું | 31-05-22 | 1 કિલો | 185.75 | 187.85 | -2.1 | -1.12 |
| સીસું | 31-03-22 | 1 કિલો | 181.1 | 182.85 | -1.75 | -0.96 |
| ક્રૂડ તેલ | 17-06-22 | 1 બેરલ | 8310 | 8353 | -43 | -0.51 |
| મેટલડેક્સ | 20-04-22 | 1 યુનિટ | 21867 | 21967 | -100 | -0.46 |
