Maharashtra

પુષ્પા અને બાહુબલિને લાઈગરની પછડાટ

મુંબઈ
સાઉથના સુપરસ્ટાર વિજય દેવરોન્ડાની ફિલ્મ લાઈગરે પહેલા દિવસથી ખળભળાટ મચાવી દીધો છે. હિન્દી બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે કલેક્શનના મામલે લાઈગરે પુષ્પા, કેજીએફ અને બાહુબલિને પછડાટ આપી છે. હિન્દી બોક્સ ઓફિસ પર રિલીઝના પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન મેળવનારી ફિલ્મોમાં કન્નડ સુપરસ્ટાર યશની કેજીએફ મોખરે છે. પહેલા દિવસે આ ફિલ્મે માત્ર હિન્દી બેલ્ટમાં રૂ.૫૩.૯૫ કરોડ મેળવ્યા હતા. બાહુબલિ ૨ને પહેલા દિવસે ૪૧ કરોડ રૂ. મળ્યા હતા. ત્રીજા નંબરે પ્રભાસની ફિલ્મ સાહો છે, જેણે હિન્દીમાં રૂ.૨૪.૪ કરોડની ઈનકમ કરી હતી. સાઉથની બિગ બજેટ અને મલ્ટીસ્ટાર ફિલ્મ આરઆરઆરને આ લિસ્ટમાં ચોથું સ્થાન મળ્યું છે. તેને હિન્દી બોક્સ ઓફિસ પર રૂ.૨૦.૦૭ કરોડનું કલેક્શન મળ્યું હતું.

Page-42.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *