Maharashtra

બાબા સિદ્દીકીની પાર્ટીમાં શહનાઝ ગિલની સાદગીએ લોકોનું દિલ જીત્યું

મુંબઈ
બિગ બોસથી જાણીતી બનેલી શહનાઝ ગિલની સાદગીએ એકવાર ફરીથી તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. શહનાઝ ગિલ હાલમાં જ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં દેખાઈ હતી. એક વાર ફરીથી શહનાઝ ગિલની સાદગીએ ફેન્સનું દિલ જીત્યું, બાબા સિદ્દીકીની પાર્ટીમાં આ અંદાજમાં દેખાઈ આ દરમિયાન શહનાઝ ગિલ ખુબ જ સિંપલ અંદાજમાં દેખાઈ હતી. શહનાઝ પાર્ટીમાં એક ખુબ જ સુંદર સૂટ પહેરીને પહોંચી હતી. સૂટ સલવારમાં શહનાઝ ઘણી જ સુંદર લાગી રહી હતી. તેના ચાહકોને તેની આ સાદગી ઘણી પસંદ આવી હતી. આ પાર્ટીના થોડા દિવસ પહેલાં જ શહનાઝ ગિલ એરપોર્ટ ઉપર સૂટ પહેરીને દેખાઈ હતી. આ ફોટોને પણ ફેન્સે ઘણા પસંદ કર્યા હતા. પાર્ટીમાં શહનાઝ ગિલ કિંગ ખાન શાહરુખ ખાનને પણ મળી હતી. આ સમયના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *