Maharashtra

મને એ નથી સમજાતું લોકો બધું ક્યાંથી સમજી લે છે ઃ હોલીવુડ અભિનેત્રી સામંથા

મુંબઈ
સામંથા પનવેલના ફાર્મહાઉસમાં યોજાયેલી સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં જાેવા મળી હતી. ‘શૂટ હીરો’ ફિલ્મની અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે પહેલા પણ સલમાનને મળી હતી અને તે પાર્ટીમાં માત્ર સલમાનને જ ઓળખતી હતી. હોલિવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડે કહ્યુ કે, તે એક સારો વ્યક્તિ છે,પણ મને સમજાતું નથી કે લોકો આ બધું ક્યાંથી અને કેવી રીતે સમજી લે છે. તેણે વધુમાં કહ્યુ કે સલમાન અભિનીત ‘સુલતાન’ બોલિવૂડની મારી ફેવરિટ ફિલ્મોમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે, જન્મદિવસ ઉપરાંત જયપુરમાં યોજાયેલ એક સામાજિક કાર્યક્રમ દરમિયાન પણ સામંથા લોકવુડ સલમાન અને શમિતા સાથે જાેવા મળી હતી. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે હું માત્ર સલમાનને જ નથી મળી, હું હૃતિક રોશનને પણ મળી હતી. પરંતુ લોકોએ મારા અને હૃતિક રોશનને વિશે કશું કહ્યું નહીં. સલમાન ખાનની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલ તે આગામી ફિલ્મ ‘ટાઈગર ૩’ પર કામ કરી રહ્યો છે. આ સિવાય તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં કેમિયો રોલ કરતી જાેવા મળશે. ‘ટાઈગર ૩’ પછી તે ‘કભી ઈદ કભી દિવાલી’ પર કામ શરૂ કરશે. આ સિવાય ડાયરેક્ટર અનીસ બઝમી ફિલ્મ ‘નો એન્ટ્રી ૨’માં ટ્રિપલ રોલ કરતા જાેવા મળશે. અહેવાલો અનુસાર,હોલિવુડ એક્ટ્રેસ સામંથા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.બોલિવૂડ એક્ટર સલમાન ખાન કરિયર સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેતા હોલીવુડ અભિનેત્રી સામંથા લોકવુડ સાથે જાેવા મળ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે આ અભિનેત્રી સલમાનની ગર્લફ્રેન્ડ છે. ત્યારે આ સંબધને લઈને સામંથા લોકવુડે આખરે મૌન તોડ્યુ છે.

Salman-Khan-Samantha-lokwood.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *