Maharashtra

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની પત્નીએ ટિ્‌વટ કરતા ચર્ચાઓ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં શરુ થયેલુ રાજકીય ઘમાસાણ થમવાનુ નામ નથી લઈ રહ્યુ. સત્તાધારી શિવસેનામાં બળવો થવાની સંભાવના છે કારણ કે કદાવર નેતા એકનાથ શિંદે લગભગ બે ડઝન ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવ્યા છે. વળી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને અન્ય શાસક નેતાઓ સમાધાનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસના એક ટિ્‌વટથી રાજકીય ગલિયારામાં હોબાળો મચી ગયો છે. અમૃતા ફડણવીસે હિન્દીમાં ટ્‌વીટ કર્યુ અને લખ્યુ- ‘એક થા કપટી રાજા’ બસ પછી શું… ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેમના ટ્‌વીટની ચર્ચા કરવાનું શરૂ કરી દીધુ. કોઈએ કહ્યુ કે, આ લખીને ફડણવીસે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. આ ટ્‌વીટ એવા સમયે આવ્યુ છે જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ)ની મહા વિકાસ અઘાડી ગઠબંધન સરકાર પડી જવાના જાેખમમાં છે. તેમના મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય ૨૧ ધારાસભ્યો સુરત જવા રવાના થયા ત્યારથી જ હોબાળો મચી ગયો છે. અમૃતા ફડણવીસે ‘એક હતો કપટી રાજા’ લખીને તે ટ્‌વીટ ડિલીટ કરી દીધી છે. જાે કે આ ટ્‌વીટના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા આ શબ્દો શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે જાેડાયેલા છે. વળી, અમૃતાના પતિ દેવેન્દ્ર પોતે દિલ્હી આવી ગયા છે. જે ભાજપ હાઈકમાન્ડ સાથે વાત કરી રહ્યા છે. જેથી તેઓ મહારાષ્ટ્રની સ્થિતિ પર પોતાનો રસ્તો સાફ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *