Maharashtra

શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ

મુંબઈ
ફરી એકવાર બોલિવૂડે ડ્રગ્સના મામલામાં પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. ડ્રગ્સ કેસમાં અનેક સેલેબ્સના નામ સામે આવ્યા હતા. ઘણા સેલેબ્સ પર પણ સવાલ ઉઠ્‌યા છે, હવે આ લિસ્ટમાં વધુ એક નામ સામે આવ્યું છે. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની પોલીસે બેંગ્લોરમાંથી અટકાયત કરી છે. સિદ્ધાંત પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે એક હોટલ પર દરોડો પાડ્યો જ્યાંથી સિદ્ધાંતની અટકાયત કરવામાં આવી છે. બેંગ્લોર પોલીસે રવિવારે રાત્રે એક ફાઈવ સ્ટાર હોટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટી થઈ રહી હતી. આ પાર્ટીમાં ૩૫ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૫ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તે પાંચ લોકોની સાથે સિદ્ધાંતની અટકાયત કરવામાં આવી છે. રિપોર્ટ્‌સનું માનીએ તો સિદ્ધાંત કપૂરનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઉલસૂર પોલીસે રાત્રે ૧૨ વાગે હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડામાં ૫૦થી વધુ યુવક-યુવતીઓની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ કેસમાં ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા હતા. તેમાં શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર પણ હતી. આ મામલામાં દ્ગઝ્રમ્ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સિદ્ધાંત કપૂરની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો નથી. તેણે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા સાથે પણ ફિલ્મમાં કામ કર્યું છે, પરંતુ તે ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી. તાજેતરમાં જ સિદ્ધાંત અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ચેહરેમાં જાેવા મળ્યો હતો, પરંતુ તેની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

siddhanth-kapoor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *