Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.725 અને ચાંદીમાં રૂ.3,585નો સાપ્તાહિક ધોરણે કડાકો

ક્રૂડ તેલ રૂ.91 ડાઊનઃ કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક વૃદ્ધિઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.144261 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.134388 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.511 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6થી 12 મેના સપ્તાહ દરમિયાન 3,145,223 સોદાઓમાં કુલ રૂ.279,160.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.144261.07 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.134387.74 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 955,848 સોદાઓમાં કુલ રૂ.50,456.01 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,936ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.51,538 અને નીચામાં રૂ.50,140ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.725 ઘટી રૂ.50,174ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.566 ઘટી રૂ.40,328 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.5,030ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,953ના ભાવે ખૂલી, રૂ.709 ઘટી રૂ.50,249ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,086ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,030 અને નીચામાં રૂ.58,611ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3585 ઘટી રૂ.58,751ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3549 ઘટી રૂ.59,135 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,578 ઘટી રૂ.59,125 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 102,096 સોદાઓમાં રૂ.17,584.93 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.11.65 ઘટી રૂ.232.30 અને જસત મે વાયદો રૂ.24.25 ઘટી રૂ.306ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.17.40 ઘટી રૂ.744.75 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.4.45 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 793,703 સોદાઓમાં કુલ રૂ.75,397.81 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,379ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,554 અને નીચામાં રૂ.7,654ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.91 ઘટી રૂ.8,174 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.67.70 ઘટી રૂ.598.30 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,953 સોદાઓમાં રૂ.822.32 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,670.50 બંધ થયો હતો. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,380ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,800 અને નીચામાં રૂ.45,860ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,100 વધી રૂ.48,640ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,132ના ભાવે ખૂલી, રૂ.608 વધી રૂ.17875 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.54.40 વધી રૂ.1130.90 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.22,519.13 કરોડનાં 44,233.374 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.27,936.88 કરોડનાં 4,558.176 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.28,729.12 કરોડનાં 35,415,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.46,669 કરોડનાં 789113750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.740.23 કરોડનાં 155825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.81.87 કરોડનાં 727.92 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.19 કરોડનાં 11 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,415.049 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 914.665 ટન, ક્રૂડ તેલમાં 665300 બેરલ અને નેચરલ ગેસમાં 7851250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 94625 ગાંસડી, મેન્થા તેલમાં 528.84 ટન, રબરમાં 8 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.511.14 કરોડનાં 7,071 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં રૂ.0.19 કરોડનાં 2 લોટ્સ, એનર્જી ઈન્ડેક્સ વાયદામાં રૂ.0.11 કરોડનાં 1 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,535ના સ્તરે ખૂલી, 377 પોઈન્ટ ઘટી 14,159ના સ્તરે હતો. મેટલડેક્સ મે વાયદો 19,000ના સ્તરે ખૂલી, 254 પોઈન્ટ ઘટી 19500ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.134,387.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,374.83 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.638.52 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.108,563.46 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17,805.29 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
મેન્થા તેલ  30-06-22 1 કિલો 1160.2 1095 65.2 5.95
મેન્થા તેલ  29-07-22 1 કિલો 1178.9 1115 63.9 5.73
મેન્થા તેલ  31-05-22 1 કિલો 1130.9 1076.5 54.4 5.05
કોટન  31-05-22 1 ગાંસડી 48640 46540 2100 4.51
કોટન  30-06-22 1 ગાંસડી 48550 46500 2050 4.41
રબર  31-05-22 100 કિલો 17875 17267 608 3.52
એલ્યુમિનિયમ  29-07-22 1 કિલો 236 235.4 0.6 0.25
ક્રૂડ તેલ  19-05-22 1 બેરલ 8174 8265 -91 -1.10
ગોલ્ડ-પેટલ  30-08-22 1 ગ્રામ 5118 5179 -61 -1.18
ગોલ્ડ-પેટલ  30-06-22 1 ગ્રામ 5056 5118 -62 -1.21

 

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  25-05-22 1 એમએમબીટીયૂ 598.3 666 -67.7 -10.17
નેચરલ ગેસ  27-06-22 1 એમએમબીટીયૂ 607 672.7 -65.7 -9.77
નેચરલ ગેસ  26-07-22 1 એમએમબીટીયૂ 606.6 659.7 -53.1 -8.05
નિકલ  31-05-22 1 કિલો 2156.4 2336.4 -180 -7.70
જસત  31-05-22 1 કિલો 306.3 330.55 -24.25 -7.34
જસત  30-06-22 1 કિલો 305.6 329.05 -23.45 -7.13
ચાંદી-મિની  30-11-22 1 કિલો 61351 65637 -4286 -6.53
ચાંદી  05-07-22 1 કિલો 58751 62336 -3585 -5.75
ચાંદી-માઈક્રો  30-06-22 1 કિલો 59125 62703 -3578 -5.71
ચાંદી-મિની  30-06-22 1 કિલો 59135 62684 -3549 -5.66

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *