Maharashtra

અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઘૂમરનું શુટિંગ શરૂ

મુંબઈ
અભિષેક બચ્ચન,સૈયામી ખેર અને શબાના આઝમી અભિનીત આર બાલ્કીની આગામી ફિલ્મ ‘ઘૂમર’નું શૂટિંગ તાજેતરમાં શરૂ થયું છે. સૈયામી જે અગાઉ બચ્ચન સાથે બ્રીધઃ ઈનટુ ધ શેડોઝમાં કામ કરી ચૂકી છે તે ફરી એકવાર સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. અહેવાલો અનુસાર સૈયામી જે રમતગમતની શોખીન છે તે ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકા ભજવશે અને અભિષેક બચ્ચન ફિલ્મમાં તેના કોચની ભૂમિકામાં જાેવા મળશે. ત્યારે ફરી એકવાર અભિષેક અને સૈયામી પોતાના પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતવા માટે તૈયાર છે. સૈયામીએ મહારાષ્ટ્ર માટે સ્કૂલ લેવલ પર ક્રિકેટ રમી છે. બાદમાં તેણે રાષ્ટ્રીય ટીમની પસંદગીમાં પણ સ્થાન મેળવ્યુ હતુ, પરંતુ તેણે તેના બદલે બેડમિન્ટન સ્ટેટ ચેમ્પિયનશીપની પસંદગી કરી હતી.આ સિવાય સૈયામી ખેર તાહિરા કશ્યપની આગામી ફિલ્મ ‘શર્માજી કી બેટી’ અને અશ્વિની અય્યર તિવારીની ‘ફાડુ’ફિલ્મનો ભાગ છે. આ ઉપરાંત આનંદ દેવેરાકોંડા સાથે ‘બ્રેથઃ ઈનટુ ધ શેડો એન્ડ હાઇવે’માં પણ જાેવા મળશે. અભિષેકની વાત કરીએ તો તે પહેલીવાર અભિનેતા કોચના રોલમાં જાેવા મળશે. તેથી ચાહકો અભિનેતાને અલગ અવતારમાં જાેશે. તમને જણાવી દઈએ કે અભિષેકે આ વર્ષે તેના જન્મદિવસ પર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જન્મદિવસ પર પોસ્ટ શેર કરતા અભિષેકે લખ્યુ હતુ કે આનાથી સારી બર્થડે ગિફ્ટ શું હોઈ શકેપ.. કામ કરતી વખતે જન્મદિવસ સારી રીતે ઉજવવામાં આવે છે. અભિષેક ગયા વર્ષે ‘ધ બિગ બુલ’ અને ‘બોબ બિશ્વાસ’માં જાેવા મળ્યા હતા. બંને ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ હતી અને બંનેમાં અભિષેકની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. અભિનેતા અભિષેક ઘૂમર સિવાય તે વધુ ૧ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.ર ‘દસવી’માં અભિષેક સાથે યામી ગૌતમ અને નિમરત કૌર લીડ રોલમાં છે. તમને જણાવી દઈએ કે તુષાર જલોટા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં અભિષેક રાજનેતા અને યામી ૈંઁજી ઓફિસરની ભૂમિકામાં છે.

Ghoomer-Film-Abhishekh-Bachchan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *