*અંબાજી પરશુરામ પરિવાર ના પ્રમુખ દિનેશ ભાઈ મહેતા ની આગેવાની માં સ્થાનિક પ્રશ્નો બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું…*
ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ગામજનો ના સ્થાનિક પ્રશ્ન બાબતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આવેદન પત્ર અંબાજી પરશુરામ પરિવાર ના પ્રમુખ દિનેશભાઈ મહેતા ની આગેવાની માં સ્થાનિક પ્રશ્નો બાબતે મોટી સંખ્યામાં ગામજનો સાથે રહીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
@@ *અંબાજી મંદિરમાં આઉટ સોર્સ માં સ્થાનિક યુવાનોને યોગ્યતા ધરાવતા યુવાનો ને નોકરી આપવી* @@
અંબાજીના મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂક્યા છે અને સ્થાનિક યુવાનોને યોગ્યતા ધરાવતા યુવાનો ને અંબાજી મંદિર માં નોકરી આપવી જેથી ગામના યુવાનોને અંબાજી ગામમાં જ રોજીરોટી મળી શકે
@@ *અંબાજી મંદીર ના તાબા હેઠળ આવેલ તમામ મંદિરોમાં હિન્દુ ધાર્મિક રીતિ રિવાજ મુજબ રાજ ભોગ ચાલુ કરવો સવાર – સાંજ* @@
અંબાજી મંદિરના તાબા હેઠળ આવેલા તમામ મંદિરોમાં ઘણા સમયથી સાંજે અને સવારે માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો નથી તે મંદિર માં ધાર્મિક રીતિ-રિવાજ પ્રમાણે રાજભોગ સમયસર રોજેરોજ ધરાવવામાં આવે અને તે અવિરત ચાલતું રહે
@@ *અંબાજી મંદીર તાબા હેઠળ મંદિરોમાં ખૂટતા પૂજારીઓ ની નિયુક્તિ કરવી જેથી પૂજા સમયસર થઈ શકે* @@
અંબાજી મંદિર તાબા હેઠળ ઘણા પુરાણીક મંદિરો અને ૫૧ શક્તિપીઠ ના પેટા મંદિરો આવેલા છે અને ઘણા ખરા મંદિરોમાં નિયમિત રીતે પૂજારીયો જે પ્રમાણે સંખ્યામાં મંદિરો છે તે સંખ્યામાં પૂજારીઓ રાખવામાં આવ્યા નથી એક પૂજારી બે થી ત્રણ મંદિરો સાચવે છે માટે સમયસર મંદિરોમાં પૂજા-અર્ચના થતી નથી માટે મંદિરોમાં ખૂટતા પૂજારીઓ રાખવામાં આવે જેથી પૂજા સમયસર થઈ શકે..
@@ *માનસરોવર દરવાજો ગેટ નંબર ૬ વર્ષોથી બંધ પડેલ છે ગેટ ને તાત્કાલિક અસરથી ખોલવો* @@
અંબાજી મંદિરનો ગેટ નંબર ૬ એ વર્ષોથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો છે જેના કારણે 500 દુકાનો રોજીરોટી ગેટ નંબર ૬ બંધ થવાના કારણે છીનવાઈ ગઈ છે જેના કારણે ગેટ નંબર ૬ ની બહાર આવેલા દુકાનદારો ની રોજીરોટી છિનવાઈ ગઈ છે તેના કારણે અગર ગેટ ખોલવામાં આવે તો તેમનો ધંધો રોજગાર ફરીથી જીવિત થઇ શકે છે
અંબાજી મંદીર બંધ સમય માં ચાંચર ચોક માં માઇ ભક્તોને પાઠ , ધૂન કરવા કરવાની વ્યવસ્થા કરવી જોયે અને અંબાજી ગામ ના સ્થાનિક લોકો માટે અંબાજી મંદિરમાં દર્શન કરવા જવા માટે આઈ કાર્ડ આપવાની વ્યવસ્થા અને દરવાજાની વ્યવસ્થા કરવી અને અંબાજી મંદિરમાં વાર્ષિક થતી આવક માંથી 10 ટકા અંબાજી ગામ ના વાળ વિસ્તારોમાં ગટર.સાફ.સફાઈ અન્ય વિકાસ ના કામોમા ખર્ચ કરવા અને જૂની કોટેજ દવાખાના પુનઃ ઓ.પી.ડી. તરીકે ચાલુ કરવો જેથી ગામના દર્દીનો આવવા – જવાનો ખર્ચ બચી સખે અને અંબાજી ગામ ના સ્થાનિક યોગ્યતા ધરાવતા બે નાગરીક ને અંબાજી ટ્રસ્ટ માં . સમાવેશ કરવો જેથી ગામના પ્રશ્નોને વાચા આપી શકે અને વી.આઈ.પી ના પાછળ મંદીર ભંડોળ માંથી થતું લાખો રૂપિયાના દાનના પૈસાનો ખોટો ખર્ચ ખર્ચ બંધ કરવું આવા દસ પ્રશ્ન આવેદન પત્ર માં સમાવેશ કર્યો હતો અને ગામજનો અને પરશુરામ પરિવારના આગેવાનો દ્વારા અંબાજી મંદિરમાં કાર્યાલયમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


