મુંબઈ
સલમાન એપ્રિલના પહેલા સપ્તાહમાં નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમાં સલમાનની સાથે ઝહીર ઈકબાલ પણ હશે જે વર્ષ ૨૦૧૯માં ફિલ્મ નોટબુકમાં જાેવા મળ્યો હતો. સલમાન સાથે પૂજા હેગડે લીડ રોલમાં હશે. બંને પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે ધ બેંગ ટૂરમાં પૂજા હેગડે પણ સલમાન સાથે ગઈ હતી. આ સાથે આ ફિલ્મમાં તેલુગુ સ્ટાર વેંકટેશ પણ હશે. વેંકટેશ લાંબા સમય બાદ બોલિવૂડ ફિલ્મમાં વાપસી કરી રહ્યો છે.સલમાન ખાન હાલમાં જ તેની ધ બેંગ ટૂર પરથી પરત ફર્યો છે. આ પહેલા તેણે તેની ફિલ્મ ટાઈગર ૩નું શૂટિંગ દિલ્હીમાં કર્યું છે. દિલ્હીથી પરત ફર્યા બાદ સલમાન હવે તેની કભી ઈદ કભી દિવાળીનું શૂટિંગ કરશે.


