Maharashtra

એફઆઈઆર સીરીયલની કવિતા કૌશિકના જન્મદિવસે રસપ્રદ વાતો

મુંબઈ
કવિતા કૌશિકનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ કાશીપુરના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કવિતાએ એકતા કપૂરની સિરિયલ કુટુમ્બથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને ટીવીની દુનિયામાં ઓળખ મળવા લાગી કવિતા પછી જીછમ્ ટીવીના શો ‘હ્લૈંઇ’માં જાેવા મળી.તેણે ચંદ્રમુખી ચૌટાલાનું પ્રતિકાત્મક પાત્ર ભજવ્યું. આ શો ઘણા વર્ષો સુધી ચાલ્યો અને ખૂબ જ હિટ રહ્યો. ત્યારથી કવિતાને દરેક ઘરમાં ઓળખ મળી. કવિતા પછી ડો. ભાનુમતિ ઓન ડ્યુટી અને રિયાલિટી શો નચ બલિયેમાં જાેવા મળી હતી. જ્યારે તે બિગ બોસ ૧૪ માં જાેડાઈ ત્યારે તેનો એક અલગ અવતાર લોકોને બતાવવામાં આવ્યો હતો. કવિતા અભિનય માટે ચર્ચામાં રહે છે સાથે જ તે પોતાની ફિટનેસના કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. કવિતાનું ઈન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. તે પોતાની બોલ્ડનેસથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. તેનો બોલ્ડ અવતાર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે, પછી તે બિકીનીની તસવીરો હોય કે પછી બીચ પર યોગા, તે દરેક બાબતમાં હોટ લાગે છે.કવિતા કૌશિક ૪૧ વર્ષની થઈ ગઈ છે પરંતુ તેની ફિટનેસ પ્રશંસનીય છે. તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે સોશિયલ મીડિયા પર તેના ફિટનેસ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. તેનું આખું ઇન્સ્ટાગ્રામ આવા વીડિયો અને ફોટાઓથી ભરેલું છે.

Kavita-Kaushik-TV-Actress.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *