Maharashtra

કંગના રણોતની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટલૂક જાહેર કર્યો

મુંબઈ
બોલિવૂડ ક્વીન તરીકે ઓળખાતી કંગના રણોતની ફિલ્મો પાછલા કેટલાક સમયથી પછડાટ ખાઈ રહી છે. આમ છતાં, કંગનાની એક્ટિંગ અને પોપ્યુલારિટીના કારણે કંગનાના અપકમિંગ પ્રોજેક્ટ ખૂટતા નથી. કંગનાની ફિલ્મ ઈમરજન્સીની લાંબા સમયથી રાહ જાેવાતી હતી, જેમાં કંગનાએ દેશનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. આ ફિલ્મનો પહેલો લૂક કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. કંગનાએ ફર્સ્ટ લૂકની સાથે કેપ્શનમાં લખ્યું છે, રજૂ છે જેએ સર કહેવાતા હતા. કંગનાની પોસ્ટને સોશિયલ મીડિયા પર હજારો લાઈક્સ મળી રહી છે. આ ફિલ્મ કંગનાને નેશનલ એવોર્ડ અપાવશે. તેનાથી માંડીને તે અદ્દલ ઈન્દિરા ગાંધી જેવી જ લાગે છે, જેવી સંખ્યાબંધ કોમેન્ટ આવી રહી છે. ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધી જેવા લૂક માટે કંગનાએ ઓસ્કાર વિનર મેકઅપ આર્ટિસ્ટ ડેવિડ માલિનોવસ્કીની મદદ લીધી હતી. માલિનોવસ્કીએ ૨૦૧૭ના વર્ષમાં ફિલ્મ ધ ડાર્કેટસ્ટ અવર માટે બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલ માટેનો ઓસ્કાર એવોર્ડ મેળવ્યો હતો. આ ફિલ્મને કંગના પોતે જ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં કંગનાની સાથે ભૂમિકા ચાવલા, અનુપમ ખેર, શ્રેયસ તલપડે મહત્ત્વની ભૂમિકામાં છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *