Maharashtra

કેજીએફ -૨ના હિન્દી વર્ઝને ૪૦૦ કરોડની બોક્સ ઓફિસ પર કમાણી કરી

મુંબઈ
કેજીએફ ચેપ્ટર ૨ ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર ૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સાથે તે અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં પહેલું નામ હિન્દી ડબ થયેલી ફિલ્મ બાહુબલી ૨નું પણ છે. બાહુબલી ૨ ના હિન્દી વર્ઝને ૫૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ત્રીજા નંબર પર રહેલી આમિર ખાનની ફિલ્મ દંગલનું કલેક્શન ૩૮૬ કરોડ રૂપિયા હતું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના કલેક્શનની વિગતો આપી છે. તરણે જણાવ્યું કે દ્ભય્હ્લ ૨નું કુલ કલેક્શન ૪૦૧.૮૦ કરોડ રૂપિયા છે. ૈંઁન્ ૨૦૨૨ અને રીલિઝ થયેલી નવી ફિલ્મો વચ્ચે આ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. આગામી સપ્તાહમાં કેજીએફ ૨ વધુ કમાણી કરી શકે છે. યશની ફિલ્મે વિશ્વભરમાં ૧૦૯૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તે વિશ્વની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. અગાઉ, આરઆરઆર, બાહુબલી અને દંગલે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. આરઆરઆર એ ૧૧૨૭ કરોડ રૂપિયા, બાહુબલી ૨ એ ૧૮૧૦ કરોડ રૂપિયા અને દંગલ ૨૦૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને પ્રકાશ રાજે દ્ભય્હ્લ ચેપ્ટર ૨ માં યશ સાથે કામ કર્યું છે. ફિલ્મનું નિર્માણ નિર્દેશક પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. કેજીએફ ૨માં દ્ભય્હ્લ ચેપ્ટર ૧ પછીની વાર્તા બતાવવામાં આવી છે. કેજીએફ ૨ ૧૪ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.રોકિંગ સ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ રિલીઝના આટલા દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે વર્લ્‌ડવાઈડ બોક્સ ઓફિસ પર લગભગ ૧૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તો સાથે જ ફિલ્મના હિન્દી વર્ઝને પણ ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

KGF-Ch-2-Box-office-Collection.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *