Maharashtra

ગે સૈનિકના જીવન પર આધારિત ફિલ્મને એનઓસી આપવાનો ઈનકાર

મુંબઈ
૧ જાન્યુઆરી, ૨૦૨૧ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી ભારતીય સેના પર ૧૮ ફિલ્મો બનાવવાની દરખાસ્તો સામે આવી હતી, જેમાંથી ૧૬ પાસ કરવામાં આવી હતી જ્યારે એક પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો.નકારી કાઢવામાં આવનાર પ્રોડક્ટ ઓનિરનું હતું જ્યારે તેમની ફિલ્મ રિજેક્ટ કરવામાં આવી ત્યારે ફિલ્મ નિર્માતાઓ ખૂબ ગુસ્સે થયા હતા. ઓનિરે દાવો કર્યો હતો કે તેણે જે પ્રોજેક્ટ પસંદ કર્યો છે તે વાસ્તવિક જીવન પર આધારિત છે. વરુણ ગાંધીએ પોતાના સવાલમાં ઓનિરની ફિલ્મનું નામ લીધું ન હતું. માત્ર માહિતી માંગી હતી. તેમણે કહ્યું હતું કે સેનાએ ફિલ્મને એનઓસી આપવાનો ઈનકાર કયા કારણોસર કર્યો છે? આ દરમિયાન તેમણે આ પ્રશ્નને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ સાથે જાેડીને પૂછ્યો હતો. ફિલ્મમેકર ઓનિર સોશિયલ મીડિયા પર સેના અને રક્ષા મંત્રાલય પર સતત સવાલો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ એક ગે સૈનિકના જીવન પર આધારિત છે, જે એક સત્ય ઘટના છે.ભારતીય સેનાએ ફિલ્મ નિર્દેશક ઓનિરની ફિલ્મને એનઓસી આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેના પાછળ કેટલાક ખાસ કારણો હતા. ઓનિરની આ ફિલ્મમાં કાશ્મીરમાં તૈનાત એક સૈનિકના સ્થાનિક યુવક સાથે અંગત સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ પછી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, આનાથી ભારતીય સેનાની છબી ખરાબ થઈ શકે છે. તેથી, ફિલ્મને એનઓસી આપવામાં આવી ન હતી. આ અંગે ખુદ સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું. સાંસદ વરુણ ગાંધીના પ્રશ્નના જવાબમાં તેમણે લોકસભામાં આ જવાબ આપ્યો હતો. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે કહ્યું, “નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન મળવાનું કારણ એ હતું કે, આ ફિલ્મ કાશ્મીરમાં પોસ્ટેડ આર્મી ઓફિસર પર આધારિત હતી જેમાં એક સૈનિક સાથેના તેના પ્રેમ સંબંધો દર્શાવવામાં આવ્યા હતા. આનાથી સેનાની છબી ખરાબ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *