Maharashtra

દિપીકા પાદુકોણ સાઉથના એનટીઆર જુનિયર અને અલ્લુ અર્જુન સાથે કામ કરવાની ઈચ્છા

મુંબઈ
‘ઇઇઇ’ના પ્રમોશનમાં બહાર આવ્યું હતું. બોલિવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓ પૈકી એક દીપિકા પાદુકોણે એનટીઆર જુનિયર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો કે તે એનટીઆર જુનિયર સાથે કામ કરવા ઉત્સાહિત છે. જ્યારે એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે કયા અભિનેતા સાથે કામ કરવાનું પસંદ કરશે. ત્યારે તેણે કહ્યું, “હું આશા રાખું છું કે હું જે કહેવા જઈ રહી છું તેની સાથે કોઈ દુશ્મનાવટ નથી. હું એનટીઆર જુનિયર અને અલ્લુ અર્જુન સાથે કામ કરીશ. હું હાલમાં એનટીઆર જુનિયર પ્રતિથી પ્રભાવિત છું તેમનું વ્યક્તિત્વ અદ્ભુત છે.” સુપરસ્ટાર ખૂબ જ જલ્દી રિલીઝ થનારી ફિલ્મ ‘ઇઇઇ’થી એસએસ રાજામૌલી સાથે તમામ ભાષાઓના લોકોના દિલ પર રાજ કરવા તૈયાર છે. એનટીઆર જુનિયર આ ફિલ્મમાં સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમની ભૂમિકા ભજવી રહ્યા છે. તે સ્પષ્ટ છે કે ‘ઇઇઇ’ અભિનેતાએ રાજામૌલીના નિર્દેશનમાં તમામ પડાવ પાર કર્યા છે, પછી અભિનેતાની આકર્ષક ડાન્સ મૂવ્સ હોય કે ખતરનાક સ્ટન્ટ્‌સ હોય કે પછી તેનું ર્નિભય વ્યક્તિત્વ તમામ દર્શકોના દિલ જીતવામાં સક્ષમ છે. દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઈયા’ આજે ર્ં્‌્‌ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મને શકુન બત્રાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સિવાય દીપિકા પાદુકોણ પાસે બીજી ઘણી ફિલ્મો છે જે તેની બકેટ લિસ્ટમાં સામેલ છે. તે ફાઈટર, ધ ઈન્ટર્ન, પ્રભાસ – નાગ અશ્વિન મૂવી, ઠઠઠ૪, પઠાણ અને લવ ફોરએવર જેવી ફિલ્મોમાં જાેવા મળશે. તે ‘ફાઇટર’માં હ્રિતિક રોશન અને અનિલ કપૂર સાથે જાેવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ‘પઠાણ’માં તે શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે જાેવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પણ સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.

Gehraiyaan-Film-Deepika-Padukon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *