Maharashtra

બસ ચા સુધીએ ગુજરાતી વેબ સિરીઝમાં પોતાની અલગ છાપ છોડી

મુંબઈ
ઓટીટી પ્લેટફોર્મ પર હવે ગુજરાતી વેબ સિરિઝ પણ ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી રહી છે અને તેનું ઉદાહરણ છે ગુજરાતી વેબ સિરીઝ “બસ ચા સુધી” ગુજરાતી વેબ સિરીઝ પોતાની નવી સફર માટે તૈયાર છે. ચાની ચૂસ્કી અને તેના પર થતી મધમીઠી વાતો અને બસ, આ જ વાતો વાતોમાં પ્રેમનો એકરાર અને ઇન્કાર! આ જ છે મસ્ત મઝાની વાતોની સફર “બસ ચા સુધી” ૨૦૧૮ માં શરૂ થયેલી ચાની આ સફર આમ કહીએ તો હવે તેના પાંચમાં ભાગમાં પહોંચી ગઈ છે. “આસ્થા પ્રોડક્શન” અને “બસ ચા સુઘી” માં જાેડાયેલા દરેકે દરેક વ્યક્તિએ છેલ્લા ૫ વર્ષથી એને બરકરાર રાખી છે. પ્રોડ્યુસર ‘ધૃષ્મા દોશી’ અને ડિરેક્ટર ‘હિરેન દોશી’નું કહેવુ છે કે જ્યારે અમે આ વેબ સિરીઝ બનવાનું વિચાર્યું ત્યારે અમને બધાં જ લોકોએ ના પાડી હતી કે ગુજરાતીમાં વેબ સિરીઝ ના બનાવાય. પરંતુ હિરેન દોશી અને આ વેબ સિરીઝ સાથે જાેડાયેલા દરેક વ્યક્તિએ આ સાહસ કરવાનું નક્કી કર્યું અને આજે “બસ ચા સુઘી” એ ગુજરાતી વેબ સિરીઝમાં પોતાની અલગ છાપ છોડી શકી છે. “બસ ચા સુધી” – ૧,૨,૩ સિઝન પછી “બસ ચા સુધી- નવી સફર” અને હવે “નવી સફર ભાગ ૨” દર્શકો સુધી પહોંચશે. આ નવી સફર કેટલાંક જાણિતા ચહેરાઓની સાથે નવા-નવા કલાકારો પણ લોકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ આખી સફરમાં પાત્રો ભલે બદલાયા પણ સ્પર્શ કદાચ દરેકમાં સરખો જ રહ્યો, એટલે એ દર્શકો ને ગમી અને પસંદ આવી અને કદાચ એટલે જ આ આવનારા ભાગની રાહ પણ સૌને આતુરતાથી છે. પાયલ અને કિશનના અજાણ્યામાંથી જાણીતા થવાની ચા સાક્ષી એ સફર નો આમ તો અંત હતો અથવા અંતરાલ હતો. બંને શક્યતાઓ રહેલી હતી, આ વાતમાં પાયલનું પાત્ર કિશનના જીવનમાં પાછું આવશે કે કિશન કોઈ નવી જ વાત શરૂ કરશે ? કે પછી બંનેની વાતો સમાંતર ચાલીને ત્રીજુ અને ચોથું પાત્ર પણ જાેવા મળે. આ બધી શક્યતાઓ અને અનુમાનોના જવાબ હોય શકે છે “બસ ચા સુધી” નવી સફર ભાગ -૨”. યુવાવર્ગને આ વેબ સિરીઝ અત્યાર સુધી આકર્ષી શકી છે. ત્યારે નવી સિરીઝમાં કયા નવા વળાંકો, કયા નવા પાત્રો અને કઇ નવી પરિસ્થીતિ સર્જાય છે તે જાેવું રહ્યું.

Bas-Cha-Sudhi-New-journey.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *