Maharashtra

ભારત બાયોટેકના ઈન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને ડીસીજીઆઈની મંજૂરી

મહારાષ્ટ્ર
ઇન્ટ્રાનેઝલ કોવિડ-૧૯ બૂસ્ટર ભારતમાં કોરોના વાયરસ સામે નાક વળે આપી શકાય એવી પહેલી રસી છે. તે જ સમયે, ભારત બાયોટેક એવી બીજી કંપની છે જેણે ત્રીજા ડોઝના ટ્રાયલના ત્રીજા તબક્કા માટે અરજી કરી છે. એવું માનવામાં આવે છે કે ઇન્ટ્રાનેઝલ રસી ઓમિક્રોન સહિત કોરોના વાયરસના વિવિધ પ્રકારોના ફેલાવાને રોકવાની ક્ષમતા ધરાવે છે. દરમિયાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે ડ્ઢઝ્રય્ૈં એ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે કોવિડ-૧૯ રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનનું માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે.ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે ડ્ઢઝ્રય્ૈં એ ભારત બાયોટેકને ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલ માટે પરવાનગી આપી છે. અમદાવાદ સહિત ૯ અલગ-અલગ જગ્યાએ આ ટ્રાયલ કરવામાં આવશે. ડ્ઢઝ્રય્ૈંની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કંપનીની ઇન્ટ્રાનેઝલ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીના ‘ફેઝ ૈંૈંૈં બૂસ્ટર ડોઝ સ્ટડી’ માટે ‘ઈન-પ્રિન્સિપલ’ મંજૂરી આપી છે. ભારત બાયોટેકને ત્રણ અઠવાડિયા પહેલા મંજૂરી માટે પ્રોટોકોલ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના કિશોરો માત્ર પ્રથમ અને બીજાે ડોઝ જ મેળવી શકશે. આમાં પણ તેમને માત્ર કોવેક્સિન રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ૧૫ વર્ષથી નીચેના બાળકોને હજુ સુધી રસી આપવામાં આવશે નહીં. આ સાથે ખાનગી ક્લિનિક અથવા હોસ્પિટલમાં જે પણ રસી લેવામાં આવશે તેની માહિતી પહેલાની જેમ કોવિન એપ પર આપવાની રહેશે. જેથી રસી મેળવનાર વ્યક્તિ તેનું પ્રમાણપત્ર મેળવી શકે. જ્યારે દેશમાં રસીકરણ અભિયાન પહેલાની જેમ જ ચાલુ રહેશે. માર્ગદર્શિકા અનુસાર, લોકોને મફતમાં રસી આપવામાં આવશે. પરંતુ જાે કોઈ ઈચ્છે તો કોઈ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકમાં જાતે જઈ શકે છે.આ અંગે આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બજારમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન વેચવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં તે દુકાનોમાં ઉપલબ્ધ થશે નહીં. તે ફક્ત ખાનગી હોસ્પિટલો અથવા ક્લિનિક્સમાંથી જ લઈ શકાય છે. અહીં કોઈપણ વ્યક્તિ પહેલો, બીજાે કે ત્રીજાે ડોઝ મેળવી શકે છે. પરંતુ આમ કરતી વખતે, કોરોના વાયરસના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બધા બૂસ્ટર ડોઝ મેળવવા માટે સમર્થ હશે નહીં. તે ફક્ત વૃદ્ધો, ફ્રન્ટલાઈન કામદારો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓને લાગુ પડશે.

Covid-Vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *